WTC ફાઇનલ પહેલા ભારતીય ટીમની વધી ચિંતા? IPL ક્વોલિફાયર 2માં ઘાયલ થયો ઇશાન કિશન
IPL 2023 ની બીજી ક્વોલિફાયર મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં જીટીએ MI ને 62 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મુંબઈનું છઠ્ઠું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું અને સાથે જ ટીમનો એક ઓપનર ઈજાગ્રસ્ત થયો.

વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય ટીમનો ભાગ છે. તેને કેએલ રાહુલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડી ક્રિસ જોર્ડન સાથે ટકરાયા બાદ તેને આ ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત થયા પછી, કિશન જ્યારે મેદાનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેના કપાળની ડાબી બાજુ પકડીને જોવામાં આવ્યો હતો અને GT સામે મુંબઈની બેટિંગ દરમિયાન તે ટીમ માટે બેટિંગ કરવા પણ આવ્યો ન હતો. જો કે તેની ઈજા ગંભીર છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. જો આ ઈજા ગંભીર થઈ જશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શકે છે.
બીજી તરફ, કેમરન ગ્રીન મુંબઈની ઈનિંગની બીજી ઓવરમાં હાર્દિક પંડ્યાની શાર્પ ડિલિવરીથી ઈજાગ્રસ્ત થયો હતો. તેને ડાબી કોણી પર એક બોલ વાગ્યો જેના કારણે તેને મેદાન છોડવાની ફરજ પડી, જોકે તે પાછળથી પાછો ફર્યો અને 20 બોલમાં 30 રન બનાવ્યા. ગ્રીન ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. WTC ફાઇનલ 7 જૂનથી લંડનના ઓવલ ખાતે રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.












Click it and Unblock the Notifications
