ભારતીય એમ્પાયર પર ICCએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, સજા કરવાની થઇ રહી છે તૈયારી
એક ભારતીય અમ્પાયર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ICCએ આ અમ્પાયરને આકરી સજા આપવાનો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2022માં યોજાયેલી મેચોમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. જતીન કશ્યપ સામે કાર્યવાહી કરતા ICCએ આરોપો લગાવ્યા છે.

જતીન કશ્યપ પર ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમ સાથે કારણ વગર સહકાર કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ICCએ કહ્યું છે કે જતીન કશ્યપ તપાસમાં સહયોગ કરવા માટે માંગવામાં આવેલી માહિતી અને દસ્તાવેજો આપવામાં નિષ્ફળ રહ્યા છે. આ બાબત કલમ 4.3 હેઠળ આવે છે.
જતીન સામે અન્ય એક આરોપ છે કે તેણે ભ્રષ્ટાચાર અંગે ACPની તપાસમાં સહકાર આપ્યો ન હતો. બીસીસીઆઈના સૂત્રોનું એ પણ કહેવું છે કે આઈસીસીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અમ્પાયર વિશે માહિતી માંગી હતી. હવે જોવાનું રહેશે કે ICC આ મામલે શું કાર્યવાહી કરે છે.
જતીન કશ્યપ પર આરોપ લગાવ્યા બાદ હવે ICC દ્વારા તેમને સમય આપવામાં આવ્યો છે. તેમની પાસે જવાબ આપવા માટે 14 દિવસનો સમય છે. તેમનો જવાબ 19 મેથી માન્ય ગણવામાં આવશે. તેને ICC આચાર સંહિતાના 4.6.6 હેઠળ જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. આ મામલે જતીન કશ્યપનું શું રિએક્શન આવે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
