Cricket News : અર્શદીપ સિંહ પર ફિદા થયો બ્રેટ લી, આપ્યું આ ઉપનામ

Cricket News : ભારતીય ટીમના રાઇઝિંગ સ્ટાર એવા યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તેના શાનદાર પ્રદર્શન માટે સમગ્ર દુનિયામાંથી વાહવાહી મળી રહી છે. અર્શદીપે ગત બે મહિનામાં ભારતીય ટીમમાં શાનદાર બોલિંગ કરી છે.

Cricket News : ભારતીય ટીમના રાઇઝિંગ સ્ટાર એવા યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તેના શાનદાર પ્રદર્શન માટે સમગ્ર દુનિયામાંથી વાહવાહી મળી રહી છે. અર્શદીપે ગત બે મહિનામાં ભારતીય ટીમમાં શાનદાર બોલિંગ કરી છે. ટી20 વર્લ્ડ કપમાં અર્શદીપે જોરદાર બોલિંગ કરી હતી.

પંજાબના યુવા ખેલાડી અર્શદીપની સરખામણી પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમ સાથે કરવામાં આવી રહી છે. આવામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને પોતાના સમયમાં મહાન બોલર રહી ચૂકેલા બ્રેટ લીએ અર્શદીપના વખાણ કર્યા છે. આ સાથે બ્રેટ લીએ અર્શદીપને પોતાનો સૌથી ફેવરિટ લેફ્ટ આર્મ પેસર ગણાવ્યો છે.

હું તેને ધ એસ નામથી બોલાવીશ - લી

હું તેને ધ એસ નામથી બોલાવીશ - લી

બ્રેટ લીએ જણાવ્યું છે કે, ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ - ધ એસ, હું તેને તે નામથી બોલાવીશ, કારણ કે મને લાગે છે કે,આ નામ તેના માટે યોગ્ય ઉપનામ છે, પરંતુ તેની પાસે ચોક્કસપણે થોડા હુકમના એક્કાઓ છે.

અર્શદીપે બુમરાહની ખોટ પૂરી કરી - લી

અર્શદીપે બુમરાહની ખોટ પૂરી કરી - લી

બ્રેટ લીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો આપણે થોડા મહિનાઓ પાછળ જઈએ, તો બુમરાહની ઈજા બાદ ભારતીય ટીમમાં જે ખાલી જગ્યા રહીગઈ હતી, તેને ભરવી એ સૌથી મોટો પડકાર હતો, પરંતુ આ સુપરસ્ટારે તે જગ્યાને સંપૂર્ણ રીતે ભરી દીધી છે.

અર્શદીપને વર્લ્ડ ક્લાસ યોર્કર્સછે અને તે એક મહાન ખેલાડી છે. ફોર્મેટ બોલર દ્વારા, ચોક્કસપણે અર્શદીપ ડેથ ઓવરોમાં શ્રેષ્ઠ બોલિંગ કરે છે.

અર્શદીપ ભારત તરફથી મારો ફેવરિટ લેફ્ટ આર્મ પેસર છે - લી

અર્શદીપ ભારત તરફથી મારો ફેવરિટ લેફ્ટ આર્મ પેસર છે - લી

બ્રેટ લીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સારી રીતે જાણીએ છીએ કે, ક્રિકેટમાં એક ખેલાડીની ઈજા બાદ બીજા ખેલાડી પાસે સ્ટાર બનવાનીસુવર્ણ તક છે.

બુમરાહની ઈજા બાદ અર્શદીપે આ તકનો સારી રીતે ફાયદો ઉઠાવ્યો છે. અર્શદીપ ઓસ્ટ્રેલિયામાં મોટા મંચ પર તેનો પહેલોવર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેણે તે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ તે ભારત તરફથી મારો ફેવરિટ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરબન્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X