Cricket News : આ છે સૌથી વધુ ફાસ્ટ બોલ ફેંકનાર ભારતીય બોલર, ટોપ સ્પીડ 155

આજે આપણે આ અહેવાલમાં એવા પાંચ 5 બોલરો વિશે જાણીશું જેમણે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ઝડપી બોલ ફેંક્યો છે.

Cricket News : ક્રિકેટ જગતમાં મહાન બોલર્સમાં શોએબ અખ્તર, બ્રેટ લી અને જેમ્સ એન્ડરસન જેવા ખેલાડીઓની ગણના થાય છે, પરંતું ભારતીય ટીમ હંમેશા તેની બેટિંગ માટે પ્રખ્યાત રહી છે, પરંતુ ભારતે પણ દુનિયાને ઘણા મહાન બોલર આપ્યા છે. આજે આપણે આ અહેવાલમાં એવા પાંચ 5 બોલરો વિશે જાણીશું જેમણે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ઝડપી બોલ ફેંક્યો છે.

ઉમરાન મલિક

ઉમરાન મલિક

ઉમરાન મલિકે શ્રીલંકા સામેની T20 મેચમાં 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો છે. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર બની ગયો છે. ઉમરાન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. તેણે IPLમાં પણ 157 KMPHની ઝડપે બોલિંગ કરી છે.

જવાગલ શ્રીનાથ

જવાગલ શ્રીનાથ

જવાગલ શ્રીનાથની ગણતરી ભારતના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. તેમણે ટીમ ઈન્ડિયાને ઘણી મેચોમાં પોતાના દમ પર જીત અપાવી છે. તેમણે 1999ના વર્લ્ડ કપમાં 154.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

ઈરફાન પઠાણ

ઈરફાન પઠાણ

ઈરફાન પઠાણ કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે પ્રખ્યાત છે. તેમણે ભારત માટે 153.7 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ઈરફાન પઠાણ વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે.

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી રિવર્સ સ્વિંગના માસ્ટર છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ભારત માટે 153.3 પ્રતિકલાકની ઝડપે બોલ ફેંક્યો છે.

જસપ્રિત બુમરાહ

જસપ્રિત બુમરાહ

જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી ઝડપી બોલરની બાબતમાં પાંચમા નંબર પર છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 152.2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલિંગ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X