Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cricket News : આ પાંચ ખેલાડીઓએ લગ્વ્યા છે સૌથી વધુ છગ્ગા, જાણો યાદી

Cricket News : ભારતીય ક્રિકેટમાં યુવરાજ સિંહને સિક્સર કિંગનું નામ મળ્યું છે, પરંતુ જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરની વાત આવે તો યુવરાજ ટોપ પર નથી. આ અહેવાલમાં આપણે જાણીશું કે, આ યાદીમાં કયા પાંચ ભારતીય ખેલાડીઓ ટોચ પર છે, જેમને સૌથી વધુ સિક્સર લગાવી છે.

રોહિત શર્મા : આ યાદીમાં ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માનું નામ સૌથી ઉપર છે. તેમણે અત્યાર સુધી 444 આંતરરાષ્ટ્રીય મેચોની 465 ઇનિંગ્સમાં 534 સિક્સર ફટકારી છે. અત્યારે તે બ્રેક પર છે, પરંતુ તે એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામેની મેચમાં જોવા મળશે.

Cricket News

એમએસ ધોની : ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન અને કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત એમએસ ધોની પણ આ યાદીમાં બીજા ક્રમે છે. ધોનીએ 538 આંતરરાષ્ટ્રીય મેચોની 526 ઇનિંગ્સમાં કુલ 359 સિક્સર ફટકારી છે. ધોનીએ 25 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

વિરાટ કોહલી : ટીમ ઈન્ડિયાના મોર્ડન માસ્ટર વિરાટ કોહલીના નામે એવો કોઈ રેકોર્ડ નથી જે નોંધાયો ન હોય. આ યાદીમાં તે ત્રીજા સ્થાને પણ છે. તેણે 501 આંતરરાષ્ટ્રીય મેચોની 559 ઇનિંગ્સમાં 279 સિક્સર ફટકારી છે. તે પણ હવે એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે એક્શનમાં જોવા મળશે.

સચિન તેંડુલકર : ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ આ યાદીમાં ચોથા સ્થાન પર છે. જોકે, એવું ભાગ્યે જ બને છે કે, સચિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈપણ રેકોર્ડમાં ટોપ 3માં ન હોય. તેણે કુલ 664 આંતરરાષ્ટ્રીય મેચોની 782 ઇનિંગ્સમાં 264 છગ્ગા ફટકાર્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સદીઓ સાથેનો બેટ્સમેન પણ છે.

યુવરાજ સિંહ : સિક્સર કિંગ યુવરાજ સિંહનું નામ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે. યુવરાજ સિંહે 402 આંતરરાષ્ટ્રીય મેચોની 391 ઇનિંગ્સમાં 251 છગ્ગા ફટકાર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં સતત 6 છગ્ગા મારનારો તે એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેણે 2007 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ કારનામું કરી બતાવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X