Cricket Rules Update : શું છે ICC નો Stop clock નિમય? પહેલી વખત ક્રિકેટમાં લાગુ થવા જઈ રહ્યો છે
સમયે સમયે ક્રિકેટના નિયમોમાં ફેરફાર થતા રહે છે. આ ક્રમમાં જ આઈસીસી હાલમાં જ એક નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ આ વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ક્રિકેટનો નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે T20 વર્લ્ડ કપને લઈને ખાસ પ્લાન બનાવ્યો છે.

સ્ટોપ ક્લોક નિયમ ટૂંક સમયમાં લાગુ કરાશે
T20 વર્લ્ડ કપ દરમિયાન સ્ટોપ ક્લોકનો નિયમ લાગુ કરી શકાય છે. ICCના સ્ટોપ ક્લોકના નિયમ અનુસાર, T20 અને ODI ક્રિકેટમાં ક્યારેક એક ઓવર પછી ટીમના કેપ્ટન અને ફિલ્ડરોને આગલી ઓવર માટે વધુ સમય લાગે છે, જેના કારણે મેચ સમયસર સમાપ્ત થતી નથી.
મેચ દરમિયાન જો એક ઓવર નાંખ્યા પછી 60 સેકન્ડની અંદર આગલી ઓવર શરૂ ન થાય તો બેટિંગ કરનાર ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળશે.
શું છે સ્ટોપ ક્લોક નિયમ?
સ્ટોપ ક્લોકના નવા નિયમ અનુસાર, T-20 ODI ક્રિકેટમાં એક ઓવર સમાપ્ત થયા પછી બોલિંગ ટીમને બીજી ઓવર શરૂ કરવા માટે માત્ર 60 સેકન્ડનો સમય આપવામાં આવશે. આ 60 સેકન્ડ ટાઈમર સ્ક્રીન પર ચાલશે. ફિલ્ડિંગ કેપ્ટને આ સમય મર્યાદામાં તેના બોલરથી ઓવર શરૂ કરવી પડશે. જો આમ કરવામાં વિલંબ થશે તો ફિલ્ડિંગ કરનાર ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવશે.
વારંવાર ભૂલો મોંઘી પડશે
આ નિયમ અનુસાર, જો ફિલ્ડિંગ કેપ્ટન 60 સેકન્ડની અંદર બીજી ઓવર શરૂ કરી શકે નહીં તો મેદાન પરના અમ્પાયર કેપ્ટનને બે વાર ચેતવણી આપશે. પરંતુ જો ત્રીજી વખત સ્ટોપ ક્લોકના નિયમનું પાલન નહીં કરવામાં આવે તો ફિલ્ડિંગ કરનાર ટીમને પાંચ રનનો દંડ ફટકારવામાં આવશે.
જો આવું એકથી વધુ વખત થશે તો આ રન વધુ વધશે. જો કે, ઈજા કે ડીઆરએસના કારણે મેચ રોકવામાં આવે તો આ નિયમ લાગુ કરવામાં આવશે નહીં.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
