આજે પ્રિયંકા સાથે રૈના પ્રભુતામાં પાડશે પગલાં, મોદી-અખિલેશ બનશે સાક્ષી
નવી દિલ્હી, 3 એપ્રિલ: ભારતના લવિંગ સ્ટાર પ્લેયર સુરેશ રૈના આજે પોતાની બાળપણની મિત્ર પ્રિયંકા ચોધરી સાથે પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યા છે. આજે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારના 'ધ લીલા પેલેસ હોટલ'માં રૈનાના લગ્ન છે. 1 એપ્રિલના રોજ રૈનાએ પ્રિયંકાની સાથે સગાઇ કરી હતી.

જે સમાચાર છે એ અનુસાર આ ખાસ લગ્ન માટે 250 ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ઉપરાંત ટીમ ઇન્ડિયાના કપ્તાન મિત્ર મહેન્દ્ર સિંહ ધોની, આખી ભારતીય ક્રિકેટ ટીમ, સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, કપિલ કેવ, વીવીએસ લક્ષ્મણ, રવિ શાસ્ત્રી, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે.













Click it and Unblock the Notifications
