For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

90 કરોડના ખર્ચે વિરાટ ખોલશે જીમ અને ફિટનેસ સેંટર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 એપ્રિલ: ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ખૂબ જ ઓછા સમયમાં પોતાના ફિટનેસનું રહસ્ય લોકો સાથે શેર કરતા દેખાશે, કારણ કે વિરાટ કોહલી ટૂંક સમયમાં ફિટનેસ સેંટરની એક ચેન ખોલવા જઇ રહ્યા છે જેમાં વિરાટ કોહલી લગભગ 90 કરોડનું રોકાણ કરશે.

વિરાટ ખોલશે જીમ અને ફિટનેસ સેંટર
આ જીમ સેંટર વિરાટ કોહલી, ચિસેલ ફિટનેસ અને સીએસઇ મળીને ખોલશે, આપને જણાવી દઇએ કે સીએસઇ કોહલીને મેનેજ કરનારી સંસ્થા કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એંટરટેઇનમેન્ટની સહાયક કંપની છે.

આ અંગે કોહલીના સહયોગી સત્યા સિન્હાએ મીડિયાને જણાવ્યું કે અમારી યોજના ખૂબ જ મોટી છે. અમે આવનારા ત્રણ વર્ષોમાં 190 કરોડના રોકાણથી 75 ફિટનેસ સેંટર ખોલીશું. આ જીમ ચેઇનનું નામ 'ચિસલ' રહેશે. સત્યા સિન્હા ખુદ બેંગલુરુ સ્થિત ચિસેલ ફિટનેસના ડાયરેક્ટર છે. આ પહેલા ફેબ્રુઆરીમાં વિરાટ કોહલીએ ઓનલાઇન ક્લોથિંગ લાઇન શરૂ કરી હતી, જેનું નામ છે 'WROGN'.

આવો આગળના સમાચાર વાંચીએ સ્લાઇડરમાં...

જીમ અને ફિટનેસ સેંટર

જીમ અને ફિટનેસ સેંટર

ભારતીય ટેસ્ટ ટીમ અને આરસીબીના કપ્તાન વિરાટ કોહલી ટૂંક સમયમાં પોતાનું જીમ અને ફિટનેસ સેંટરની એક ચેઇન ખોલવા જઇ રહ્યા છે.

90 કરોડનું રોકાણ

90 કરોડનું રોકાણ

આ જીમ સેંટરમાં વિરાટ કોહલી 90 કરોડનું રોકાણ કરશે.

કોહલી, ચિસેલ, સીએસઇ

કોહલી, ચિસેલ, સીએસઇ

આ જીમ સેંટર વિરાટ કોહલી, ચિસેલ ફિટનેસ અને સીએસઇ મળીને ખોલશે.

'ચિસલ'

'ચિસલ'

આ જીમ સેંટરનું નામ રહેશે 'ચિસલ'.

WROGN

WROGN

ફેબ્રુઆરીમાં વિરાટ કોહલીએ ઓનલાઇન ક્લોથિંગ લાઇન શરૂ કરી હતી, જેનું નામ છે. 'WROGN'.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
According to media reports, Virat Kohli, who is the captain of Royal Challengers Bangalore (RCB) in the Indian Premier League (IPL 8), will soon invest whooping Rs 90 crore to open his own line of gyms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X