CSK vs LSG:ઉથપ્પા - દુબેની તોફાની બેટીંગની મદદથી ચેન્નાઇએ ખડક્યો રનોનો પહાડ, 20 ઓવરમાં બનાવ્યા 210 રન
આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે આઇપીએલની 7મી મેચ રમાઇ છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડીયમમાં રમાઇ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટ ગ
આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે આઇપીએલની 7મી મેચ રમાઇ છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડીયમમાં રમાઇ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 210 રનનો પહાડ ખડક્યો હતો. લખનઉએ જીતવા માટે 211 રન બનાવવાના રહેશે.

ચેન્નાઇ તરફથી પ્રથમ બેટીંગ કરતા રોબીન ઉથપ્પાએ 27 બોલમાં 1 સિક્સર અને 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શિવમ દુબેએ 30 બોલમાં 49 રન, મોઇન અલીએ 22 બોલમાં 35 રન, અંબાતી રાયડુએ 20 બોલમાં 17 રન, રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં 17 રન, મહેન્દ્ર સિંહ ધોનીએ 6 બોલમાં 16 રન અને રૂતુરાજ ગાયકવાડે 4 બોલમાં 1 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી બોલિંગ કરતા આવેશ ખાન - એન્ડ્રુ રાઇ - રવી બિશ્નોઇએ 3-3-3 વિકેટ ઝડપી છે.
લખનઉની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, દુષ્મંથા ચમીરા, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
CSKની પ્લેઇંગ 11: ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (સી), એમએસ ધોની (વિકેટમેન), શિવમ દુબે, ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, મુકેશ ચૌધરી, તુષાર દેશપાંડે.












Click it and Unblock the Notifications
