CSK vs LSG : લખનૌ સુપરજાયન્ટ્સનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, આ ખેલાડીના ફોર્મ પર રહેશે નજર
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેમ રમાવા જઈ રહેલા મુકાબલામાં લખનૌએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત નોંધાવવા માંગે છે. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ ચૂકી છે. જેમાં લખનૌ સુપરજાયન્ટ્સની ટીમનો વિજય થયો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શિવમ દુબે આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શિવમ દુબેનું બેટ સતત રન વરસાવી રહ્યું છે. ચેન્નાઈના સ્ટેડિયમમાં અન્ય બેટ્સમેનોને બેટિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યાં શિવમ દુબેનો રેકોર્ડ શાનદાર છે. શિવમ દુબે લખનૌ સુપરજાયન્ટ્સ સામે મોટી ઇનિંગ રમી શકે છે.
છેલ્લી મેચમાં કેપ્ટન કેએલ રાહુલે લખનૌ સુપર જાયન્ટ્સ માટે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. કેપ્ટન કેએલ રાહુલના બેટમાંથી ઝડપથી રન બન્યા હતા. જેના કારણે લખનૌએ સરળતાથી જીત નોંધાવી હતી.
રાહુલ સિવાય ક્વિન્ટન ડી કોકે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સારી ઇનિંગ રમી હતી. લખનૌની સૌથી મોટી સમસ્યા મિડલ ઓર્ડર બેટ્સમેનોનું ફ્લોપ રહેવુ છે. દીપક હુડા અને દેવદત્ત પડિકલ અત્યાર સુધી ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે.












Click it and Unblock the Notifications
