CSK vs RCB: બેંગ્લોરે આપ્યો 174 રનનો ટારગેટ, અનુઝ રાવત અને દિનેશ કાર્તિક તોફાની બેટિંગ, રહમાને લીધી 4 વિકેટ

CSK vs RCB, IPL 2024: રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ રમાઇ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં બેંગ્લોરે 6 વિકેટના નુકસાન પર 173 રન બનાવ્યા હતા. અનુઝ રાવતે 25 બોલ 48 પર રન ફટકાર્યા હતા. જ્યારે તેનો સાથ આપતા દિનેશ કાર્તિકે 26 બોલમાં 38 રન ફટકાર્યા હતા.

આ સાથે વિરાટ કોહલીએ 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. જ્યારે ફાક ડુ પ્લેસિસ 23 બોલમાં 35 રન ફટકાર્યા હતા. કેમરુન ગ્રીને 22 બોલમાં 18 રન બનાવ્યા હતા. રજત પાટિદાર અને ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

CSK vs RCB

ચેન્નાઇ તરફથી બોલિંગ કરી રહેલા મુસ્તફિઝુર રહમાને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે દિપક ચહરે એક વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 47 રન આપ્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11 - ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ થેક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.

રોયલ ચેલેન્જર્સની પ્લેઇંગ 11 - ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X