DC vs CSK : પંત-ડેવિડ વોર્નરની અડધી સદી, ચેન્નાઈને 192 રનનો ટાર્ગેટ
આઈપીએલના રવિવારના બીજા ડબલ હેડર મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આ મુકાબલમાં દિલ્હીએ પંજાબને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ માટે આવેલી દિલ્હીની શરૂઆત સારી રહી. પહેલી વિકેટ માટે ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ 93 રનની પાર્ટનરશિપ કરીને શાનદાર શરૂઆત અપાવી.

ડેવિડ વોર્નરે ફરીથી ટીમને સારી શરૂઆત અપાવવા સાથે અડધી સદી ફટકારી. ઓપનિંગ જોડીમાં પૃથ્વી શોએ 43 અને ડેવિડ વોર્નરે 52 રનનું યોગદાન આપ્યુ.
આ પછી મેદાન પર ઋષભ પંતનું શાનદાર ફોર્મ જોવા મળ્યુ,. પંતે તેના બેટથી કેટલાક શાનદાર શોટ રમતા 32 બોલમાં 51 રન બનાવ્યા. આ સિવાય ટીમ માટે મિચેલ માર્શે 18 રન બનાવ્યા.
આ મુકાબલામાં ચેન્નાઈના ફેન ધોનીની બેટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ચેન્નાઈ મુકાબલામાં કેટલે પહોંચે છે.












Click it and Unblock the Notifications
