DC vs KKR : દિલ્હીનો ઘબડકો, કોલકત્તાની સતત ત્રીજી જીત

આઈપીએલ હિસ્ટ્રીના બીજા સૌથી મોટા સ્કો સાથે દિલ્હીએ તેની સતત ત્રીજી જીત મેળવી લીધી છે. બીજી તરફ દિલ્હીનું પ્રદર્શન સાધારણ રહ્યું.

DC vs KKR

પહેલા બેટિંગ કરતા KKR એ ધમાલ મચાવી અને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 272 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ આ મોટો સ્કોર હાંસલ કરવામાં નિષ્ફળ રહી અને મેચ હારી ગઈ.

ટોસ જીત્યા બાદ KKRએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુનીલ નારાયણ અને ફિલિપ સોલ્ટે મળીને રનનો વરસાદ કર્યો. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 60 રન જોડ્યા હતા. આ દરમિયાન નોર્કિયાએ સોલ્ટને 18 રનના સ્કોર પર આઉટ કર્યો.

આ પછી અંગક્રિશ રઘુવંશી આવ્યો અને તેણે તેની પ્રથમ IPL ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી. બીજી તરફ સુનીલ નારાયણે બેટથી ધમાલ મચાવી અને 21 બોલમાં ફિફ્ટી ફટકારી. આ બંને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ.

તોફાની સ્ટાઈલમાં રમતા સુનીલ નારાયણ 39 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રન બનાવીને આઉટ થયો. તેના પછી અંગક્રિશે પણ ફિફ્ટી ફટકારીને આઉટ થયો. તે 27 બોલમાં 54 રન બનાવવામાં સફળ રહ્યો. અંતે જ્યારે રિંકુ સિંહ અને રસેલ બેટિંગ કરવા આવ્યા ત્યારે ફરીથી રનનો વરસા જોવા મળ્યો.

રિંકુ સિંહે તોફાની સ્ટાઈલમાં 8 બોલમાં 26 રન બનાવ્યા. રસેલ પણ પાછળ રહ્યો ન હતો અને 19 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો. આ રીતે KKRએ 7 વિકેટે 272 રન બનાવ્યા, હૈદરાબાદનો સૌથી વધુ રનનો રેકોર્ડ સહેજ માટે તૂટતા બચી ગયો. દિલ્હી તરફથી નોર્કિયાએ 3 અને ઈશાંતે 2 વિકેટ ઝડપી.

કાઉન્ટર ઇનિંગ્સમાં રમતી વખતે દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન પૃથ્વી શો 10 રન બનાવીને વોકઆઉટ થયો. તેના પછી મિશેલ માર્શે ખાતું ખોલાવ્યા વિના પેલેવિયન પરત ફર્યો. અભિષેક પોરેલ પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો. તેના પછી વોર્નર 18 રનના સ્કોર પર સ્ટાર્કનો શિકાર બન્યો.

આ પછી પંતે તોફાની બેટિંગ કરતા 23 બોલમાં ફિફ્ટી ફટકારી. તે 25 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેના બેટમાંથી 5 છગ્ગા અને 4 ચોગ્ગા આવ્યા હતા. તેના પછી અક્ષર પટેલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો.

ટ્રિસ્ટન સ્ટબ્સે તોફાની બેટિંગ કરી અને 32 બોલમાં 54 રન બનાવ્યા, અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યા અને ટીમ 166 રન બનાવીને આઉટ થઈ ગઈ. આમ KKRએ દિલ્હીને 106 રને હરાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X