DC vs MI : દિલ્હીનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય
આઈપીએલમાં આજના ડબલ હેડર મુકાબલામાં પહેલો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈની પીચ પર બેટ્સમેન અને બોલરો બંનેને મદદ મળે છે. ખાસ કરીને બીજા દાવમાં બેટ્સમેનોને મદદ મળવાની આશા છે. અત્યાર સુધી 110 મેચમાં પરિણામ આવી ચૂક્યા છે, જેમાંથી 60 મેચમાં બીજા સ્થાને બેટિંગ કરનારી ટીમો જીતી છે, જ્યારે 50 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો જીતી છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આઈપીએલમાં 33 વખત સામસામે આવી ચૂક્યા છે. MI આ બાબતમાં થોડી આગળ છે. એક તરફ દિલ્હીએ 15 મેચ જીતી છે તો બીજી તરફ મુંબઈએ 18 મેચ જીતી છે.












Click it and Unblock the Notifications
