For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર છતાં વિંડીઝે ભારત સામે ત્રણેય મેચમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

હાર છતાં વિંડીઝે ભારત સામે ત્રણેય મેચમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ત્રણેય મેચની ટી20 સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું. પહેલી મેચમાં વિરાટ કોહલી તેમની અને જીતની વચ્ચે આવી ગયા જેના દમ પર ભારતે હૈદરાબાદમાં પહેલી મેચ 6 વિકેટથી જીતી લીધી. બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાણી જ્યાં વિંડીઝે પોતાના તાકાત દેખાડી અને સીરિઝમાં વાપસી કરી. જેને પગલે સીરિઝની ત્રીજી અને ફાઈનલ મેચ અતિ રસપ્રદ બની ગઈ જ્યાં ફરીથી કોહલીએ પોતાનું રૌદ્ર રૂપ દેખાડ્યું. આ વખતે રોહિત (71), રાહુલ (91) સ્કોર બનાવ્યો જ્યારે કોહલીએ માત્ર 29 બોલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા.

ત્રણેય મેચમાં વિંડીઝે આ રેકોર્ડ બનાવ્યો

ત્રણેય મેચમાં વિંડીઝે આ રેકોર્ડ બનાવ્યો

ભારત વિરુદ્ધ વિંડીઝ ટીમે પ્રભાવિત કર્યો અને સાથે જ ભારત વિરુદ્ધ ત્રણેય મેચમાં એક જેવો રેકોર્ડ બનાવ્યો છે જે એક ખુદમાં ખાસ છે. વિંડીઝ ખેલાડી છગ્ગા મારવા માટે દુનિયાભરમાં મશહૂર છે અને આ સીરીઝ પણ કોઈ અપવાદ સાબિત ના થઈ. ભારત વિરુદ્ધ ટી20 મેચમાં અત્યાર સુધી લાગેલ સૌથી વધુ છગ્ગામાં આ સીરીઝના ત્રણેય મેચ સામેલ થઈ ગયા છે.

છગ્ગા મારવામાં વિંડીઝની પહેલી પસંદ બન્યા ભારતીય બોલર

છગ્ગા મારવામાં વિંડીઝની પહેલી પસંદ બન્યા ભારતીય બોલર

હૈદરાબાદની ટી20માં વેસ્ટઈન્ડિઝે ભારત સામે 15 છગ્ગા લગાવી ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ એક મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ તિરુવનંતપુરમમાં 12 છગ્ગા લાગ્યા જે ભારત વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા લગાવવાના મામલામાં બીજો મેચ સાબિત થયો. જે બાદ મુંબઈમાં પણ 12 છગ્ગા લાગ્યા અને આ રેકોર્ડ કેરેબિયાઈ ટીમના નામે થઈ ગયો.

વિંડીઝના છગ્ગાનો તોડ શોધવો પડ્યો ટીમ ઈન્ડિયાએ

વિંડીઝના છગ્ગાનો તોડ શોધવો પડ્યો ટીમ ઈન્ડિયાએ

તાજા મુકાબલાની વાત કરીએ તો ભારત દ્વારા આપવામાં આવેલ 241 રનના લક્ષ્યનો પીછો કરતા શરૂઆતમાં જ કેરેબિયાઈ બેટ્સમેન લથડિયાં ખાઈ ગયા અને માત્ર 17 રનના સ્કોર પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી. જો કે આ બાદ શિમરૉન હેટમેયરે કેપ્ટન કાયરન પોલાર્ડનો સાથ આપ્યો અને ચોથી વિકેટ માટે બંનેએ માત્ર 38 બોલમાં 71 રનની ભાગીદારી કરી. આ દરમિયાન બંને ખેલાડીએ ના માત્ર ઈનિંગ સંભાળી બલકે નેટ રનરેટ પણ યથાવત રાખી. જો કે હેટમેયર કુલદીપ યાદવની બોલ પર સતત 3 છગ્ગા લગાવવાના ચક્કરમાં કેએલ રાહુલને કેચ અપાવી બેઠો. હેટમેયરે પોતાની 24 બોલની નાની ઈનિંગમાં 41 રન બનાવ્યા અને આ દરમિયાન તેમણે 5 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યા. પોલાર્ડે 39 બોલની પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 68 રનની ઈનિંગ રમી.

મોહમ્મદ શમીના ભાઇએ હસીન જહાં વિરૂદ્ધના આપ્યા પુરાવા, સમિતિ કરશે તપાસમોહમ્મદ શમીના ભાઇએ હસીન જહાં વિરૂદ્ધના આપ્યા પુરાવા, સમિતિ કરશે તપાસ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Despite the defeat, Windies set this particular record in all three matches against India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X