RCB વિરૂદ્ધ ધોનીનો છે આ જબરદસ્ત રેકોર્ડ, છેલ્લી 4 મેચમાં નથી થયા આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છેલ્લી 4 મેચમાં જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કોઈ પણ બોલર તેને આ ચાર મેચોમાં આઉટ કરી શક્યો ન હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છેલ્લી 4 મેચમાં જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કોઈ પણ બોલર તેને આ ચાર મેચોમાં આઉટ કરી શક્યો ન હતો. ધોનીએ અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 794 રન બનાવ્યા છે. બેંગલોર સામે કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવનારા આ સૌથી વધુ રન છે.

બેંગ્લોર સામે છેલ્લી ચાર મેચોમાં ધોનીએ 48 બોલમાં અણનમ 84, 23 બોલમાં અણનમ 31, 70 બોલમાં 70 અને 17 બોલમાં 21 રન બનાવ્યા છે. આ તમામ મેચોમાં ધોનીનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો રહ્યો છે.
મજાની વાત એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. કોહલીએ સીએસકે સામે પણ ઘણા રન બનાવ્યા છે. કોહલીએ સીએસકે સામે 40 થી ઉપરની સરેરાશથી 747 રન બનાવ્યા છે. જ્યારે બંને ટીમો વચ્ચે મેચ શરૂ થશે, ત્યારે તે જોવું રસપ્રદ રહેશે કે કયો બેટ્સમેન વિરોધી ટીમ સામે 800 રન બનાવવાનો કરિશ્મા કરશે. ધોની આરસીબી સામે 800 રનના માર્કથી 7 રન દૂર છે, જ્યારે સીએસકે સામે 800 રન પૂરા કરવા માટે કોહલીને 53 રનની જરૂર છે.
આ પણ વાંચો: KXIP vs KKR: દિનેશ કાર્તિકે જીત્યો ટોસ, કોલકાતા પ્રથમ કરશે બેટીંગ












Click it and Unblock the Notifications
