
ધોની-રૈનાએ સાથે મળી સન્યાસ લેવાનો ફેસલો કર્યો હતો, CSKના ટ્વીટથી ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની ગાઢ મિત્રતા છે. મેદાન પર ધોનીએ ખુલીને સપોર્ટ કર્યો. એટલું જ નહિ જ્યારે રૈના ફ્લોપ થતો તો પણ ધોની દ્વારા તેને સતત મોકા આપવામાં આવતા હતા, ત્યારે ફેન્સ પણ સવાલ ઉઠાવતા હતા. જો કે રૈના મળેલા મોતાનો યોગ્ય રીતે લાભ ઉઠાવી શકતો હતો, કેમ કે ધોની જાણતો હતો કે રૈના એક એવો ખેલાડી છે જે લયમાં આવ્યા બાદ ટીમ માટે મહત્વની ઈનિંગ રમી શકે છે. હવે કેવો સમય આવ્યો જુઓ, આ જોડીએ સન્યાસ લેવાનું એલાન પણ એક સાથે કર્યું. સાથે જ સાબિત કર્યું કે તેમની મિત્રતા યથાવત રહેશે. બંનેએ એકસાથે સન્યાસનો કઈ રીતે પ્લાન બનાવ્યો તેનો ખુલાસો ચેન્નઈ સુપર કિંગ્સે કર્યો.

ચેન્નઈમાં બંનેએ ફેસલો લીધો
ધોની હાલ કેટલાક ખેલાડીઓ સાથે ચેન્નઈમાં IPL 13 ની તૈયારી કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓએ ક્યારે અને ક્યાં સન્યાસની ઘોષણા કરી તેનો ખુલાસો સીએસકેએ કર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર પર ધોની-રૈનાની તસવીર શેર કર. આ તસવીર જૂની નથી, બલકે એ પળની જ છે જ્યારે બંનેએ એક સાથે બેસીને સન્યાસ લેવાનું એલાન કર્યું.બંનેએ એકબીજાને ગળે મળી આ દિવસને ઐતિહાસિક બનાવી દીધો.

સાક્ષી બન્યું ચેપોક
સીએસકેએ ટ્વીટ દ્વારા જાણકારી આપી કે આ ઐતિહાસિક દિવસનો સાક્ષી ચેન્નઈનું ચેપોક સ્ટેડિયમ બન્યું. સીએસકેએ લખ્યું, તારીખઃ સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)- સમયઃ ભારતના સૌથી નજીક દક્ષિણ છેડે સૂર્યાસ્ત. જગ્યાઃ ચેપોક. એટલે કે આ જગ્યા, આ સમય ધોની-રૈનાના સન્યાસ સાથે હંમેશા માટે યાદગાર રહી બની ગયો. સ્પષ્ટ છે કે બંનેએ પોતાની જૂની દોસ્તી નિભાવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.

ધોની સાથે રૈનાએ પણ સન્યાસ લઈ લીધો
જણાવી દઈએ કે 15 ઓગસ્ટની સાંજે 7 વાગીને 29 મિનિટે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક કરી દેતો વીડિયો શેર કરી ધોનીએ સન્યાસની ઘોષણા કરી. જે બાદ ફેન્સે પ્રતિક્રિયા આપવી શરૂ કરી દીધી જ્યારે રૈનાએ પણ કોમેન્ટ કરતા તેમની સાથે સન્યાસ લેવાનું એલાન કર્યું.

બંનેનું કરિયર
ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું શરૂ કરી દીધું હતું. તેમણે 90 ટેસ્ટ મેચની 144 ઈનિંગમાં 6 સદી અને 1 બેવડી શદીની મદદથી 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા. જ્યારે 350 વનડે મેચની 297 ઈનિંગમાં 10 શદીની મદદથી 50.58ની એવરેજથી 10773 રન બનાવ્યા. જ્યારે 98 ટી20 મેચની 85 ઈનિંગમાં 1617 રન નોંધાવ્યા છે. ધોનીના સાથી રૈનાએ 30 જુલાઈ 2005ના રોજ મેદાન પર રમવા ઉતર્યા હતા. તેમણે 18 ટેસ્ટ, 226 વનડે, જ્યારે 78 ટી20 મેચ રમી જેમાં ક્રમશઃ 768, 5615, 1604 રન નોંધાવ્યા છે. રૈનાએ છેલ્લી મેચ ઈન્ગ્લેન્ડમાં રમી હતી જ્યારે ધોનીએ પાછલા વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 9 જુલાઈ 2019ના રોજ મેચ રમી હતી.
પોતાના પહેલા પ્રેમને કારણે ધોનીએ 15 ઓગસ્ટે સંન્યાસનો ફેસલો લીધો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો