ધોનીના જીવનની એ વાતો જે મોટા પડદે પણ બતાવાઇ નથી
ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટને એ ઉંચાઇએ પહોંચાડ્યુ છે કે જ્યાં તે પહેલા ક્યારેય પહોંચ્યુ નથી, તેમણે પોતાની જબરદસ્ત લીડિંગ ક્ષમતા દ્વારા ટીમનુ લાંબા સમય સુધી નેતૃત્વ કર્યુ છે. કેપ્ટન ધોનીની ક્રિકેટ પીચ સુધીની સફર ઘણી મુશ્કેલ રહી છે અને આ સફરને જ મોટા પડદા પર હાલમાં જ એમએસ ધોની ફિલ્મમાં બતાવાઇ છે.

પરંતુ ધોનીના જીવનની એવી ઘણી વાતો છે જે તમે કદાચ જાણતા નહિ હોય. એક ટીવી પ્રોગ્રામમાં ધોનીએ પોતાના વિશેની તમામ રસપ્રદ વાતોને લોકો સાથે શેર કરી.

કેવી રીતે ખરાબ થયુ ધોનીનું ગણિત
ધોની કહે છે કે છઠ્ઠા ધોરણ સુધી મારુ ગણિત સારુ હતુ, પરંતુ પછી ભૂમિતિ આવ્યુ અને હુ નબળો પડી ગયો. વળી અન્ય વિષયો માટે ધોનીએ કહ્યુ કે ઇતિહાસ મને સમજમાં આવતો નહિ કે અકબર આ સમયે આવ્યો હતો, કેમ આવ્યો હતો, મને ખબર કંઇ ખબર નહોતી પડતી, ઇતિહાસમાં બહુ વાચવુ પડતુ હતુ.

હિન્દીનો ક્લાસ કરતા હતા બંક
ધોની કહે છે કે હિન્દીના શિક્ષક તેને ઓછા માર્કસ આપતા હતા. તેઓ કહે છે કે હિન્દીનો ક્લાસ છેલ્લે હોય અને હુ હંમેશા એ ક્લાસ બંક કરી દેતો. ધોની કહે છે કે એક દિવસ જ્યારે મારી બહેન જયંતી ટીચર પાસે ગઇ તો તેમણે તેને કહ્યું કે તારો ભાઇ હિન્દીના ક્લાસમાં બહુ ઓછો દેખાય છે.

ક્યાં જવા ઇચ્છે છે ટાઇમ મશીનથી
ધોની કહે છે કે જો ટાઇમ મશીન હોત તો હુ પાછો સ્કૂલના દિવસોમાં જવા ઇચ્છીશ, તેઓ જણાવે છે કે તે એ સમય હતો જેને હું ક્યારેય નહિ ભૂલી શકુ.

મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે ટીમ ઇંડિયા માટે રમીશ
ધોની કહે છે કે તે જ્યારે રાંચીમાં રમતાં ત્યારે એમણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે તે ટીમ ઇંડિયા માટે રમશે. તે જણાવે છે કે સાતમાં ધોરણથી જ તેઓ સતત ક્રિકેટ રમતા હતા. એ વખતે ક્યારેય વિચાર્યુ નહોતુ કે ક્રિકેટ મારુ પ્રોફેશન હશે, ટીમ ઇંડિયા માટે રમવાની વાત વિચારવી તો બહુ દૂરની વાત હતી.

રાંચીમાં પોતાના ક્રિકેટના દિવસો વિશે જણાવતા ધોની કહે છે કે એ વખતે તે જે ટીમની પણ સામે રમતા તેની સામે જીતવાના ઇરાદાથી જ તે મેદાનમાં ઉતરતા. અમુક લોકો કહેતા કે તુ એક દિવસ ટીમ ઇંડિયા માટે જરુર રમીશ.

સચિનને જોવા માટે રહેતા હતા આતુર
ધોની સચિનના બહુ મોટા ફેન હતા, તે જણાવે છે કે જ્યારે હુ નાનો હતો ત્યારે સચિને ડેબ્યૂ કર્યુ હતુ, મે પપ્પાને કહ્યું હતુ કે જ્યારે સચિન બેટિંગ કરવા આવે તો મને જગાડી દેજો. હું તેમને જોવા માંગતો હતો. સચિન જેવા આઉટ થતા કે હું સૂઇ જતો. તેઓ હંમેશા મારા માટે સાચી પ્રેરણા હતા.

પરિવારનો મળ્યો સહયોગ
ધોની જણાવે છે કે તેમને કોઇ પણ રમત રમવા માટે રોકવામાં આવ્યો નથી. સાંજે 4-6 વચ્ચે કોઇ પણ રમત રમવાની મંજૂરી હતી. મારા ઘરના લોકોએ મને ક્યારેય પણ નિરુત્સાહ કર્યો નથી.

હું ક્યારેય જૂઠ બોલતો નથી એનો અર્થ એ નહિ કે હું હંમેશા સાચુ જ બોલુ છું
ધોની જણાવે છે કે હું ક્યારેય જૂઠ બોલતો નથી એનો અર્થ એ નહિ કે હું હંમેશા સાચુ જ બોલુ છું. હું જૂઠ બોલવાના બદલે ચૂપ રહેવાનુ પસંદ કરુ છું. મારા જીવનના અમુક નિયમો છે જેને હું પાળવાનુ પસંદ કરુ છું. હું ઇચ્છુ છુ કે જ્યારે હું ક્રિકેટ ના રમુ ત્યારે લોકો મને સારા માણસ તરીકે ઓળખે. તે ઇચ્છે છે કે લોકો તેમને સારા ખેલાડી કરતા સારા માણસ તરીકે યાદ રાખે.

ધોનીના ફેવરેટ કલાકાર
ધોની જણાવે છે કે 1 થી લઇને 10 સુધી તેમને અમિતાભ બચ્ચન પસંદ છે. તેમના ડાયલૉગ તેમને ઘણી ફિલ્મોમાં ખૂબ પસંદ છે. અમિતજી આજે પણ લોકોને પોતાના કામથી પ્રેરિત કરે છે.

ફિલ્મોમાં આવશે કે નહિ
બૉલીવુડમાં આવવાના સવાલ પર ધોની જણાવે છે કે ફિલ્મોમાં તમારે સ્ક્રીપ્ટ પ્રમાણે કામ કરવાનુ હોય છે એવામાં ફિલ્મોમાં કામ કરવુ મુશ્કેલ છે. હું તેનાથી દૂર જ રહેવા માંગીશ.

આ ગાયકો છે ધોનીની પસંદ
ધોનીને જૂના ગીતો બહુ ગમે છે, તે જણાવે છે કે જૂના ગીતો અર્થસભર હોય છે. તેઓ જણાવે છે કે કિશોર કુમાર અને મુકેશ બહુ ગમે છે.

બપોરે 2.30 વાગે ઉઠે છે ધોની
ધોની કહે છે કે તેમને મેચ પહેલા જલ્દી ઉઠવાનું પસંદ નથી કારણકે આમ કરવાથી તેને ઘણા સમય સુધી વિચારવુ પડે છે. એટલે જ ટેસ્ટ મેચ હોય તો હું સવારે 8.30 વાગે અને જો ટી-20 મેચ હોય તો હું 2.30 વાગે ઉઠુ છું. આ દરમિયાન હું એક કલાક પ્લે સ્ટેશન પણ રમુ છુ.

ધોની પાસે છે 35 ગાડીઓ
ધોની જણાવે છે કે તેમની પાસે કુલ 35 ગાડીઓ છે, બધી બે પૈડાવાળી છે. જેમાં 20-25 ગાડીઓ જૂના મૉડેલની છે. તેઓ જણાવે છે કે તેમને ગાડી ઝડપથી ચલાવવાનુ પસંદ નથી. ધોની પાસે 2 સ્ટ્રોક બાઇક પણ છે જે 350 સીસીની છે, એવામાં તે જ્યારે આ બાઇક પર હેલમેટ પહેરીને નીકળે છે તો કોઇ તેમને ઓળખી પણ શકતુ નથી.













Click it and Unblock the Notifications
