For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચાનક ભડકી ઉઠ્યો પાકિસ્તાની બેટ્સમેન, કહ્યું- કોહલી સાથે સરખામણી ન કરો

કોહલી સાથે મારી સરખામણી ન કરોઃ પાકિસ્તાની બેટ્સમેન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રિકેટમાં ખેલાડીઓની અન્ય ખેલાડીઓ સાથે સરખામણી થવી તો સામાન્ય વાત છે. આ રમતમાં જો કોઈ શરૂઆતના સમયમાં ચાલી ગયો તો કેટલાય દિગ્ગજ ક્રિકેટર તેની સરખામણી એવા ખેલાડીઓ સાથે કરવા લાગે છે જેમાં તેની છબી દેખાતી હોય. પાકિસ્તાનના એક ક્રિકેટરની સરખામણી પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે થવા લાગી હતી, પરંતુ હવે તે સરખામણીથી ભડકી ઉઠ્યો છે. આ પાકિસ્તાની ક્રિકેટર અન્ય કોઈ નહિ બલકે બાબર આઝમ છે.

કોહલી સાથે ન થઈ શકે સરખામણી

કોહલી સાથે ન થઈ શકે સરખામણી

24 વર્ષીય બાબરે કહ્યું કે, 'લોકો હંમેશા મારી સરખામણી કોહલી સાથે કરે છે, પરંતુ તે એક મોટો ખેલાડી છે. મને નથી લાગતું કે હું કોઈપણ રીતે કોહલીની નજીક હોઉં. મેં હજુ મારું કિય શરૂ કર્યું છે, જ્યારે વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં ઘણું બધું મેળવી લીધું છે. મારે હજુ પણ ઘણુંબધું કરવાની જરૂરત છે. જો હું વિરાટ કોહલીની જેમ પ્રદર્શન કરવામાં સફળ થાઉં છું તો મારી સરખામણી તેની સાથે કરવી જોઈએ. અત્યારે મારી સરખામણી કોહલી સાથે ન થઈ શકે.'

આ કારણે થાય છે સરખામણી

આ કારણે થાય છે સરખામણી

કોહલીને હાલના સમયમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. તે વનડે અને ટેસ્ટ રેંકિંગમાં પહેલા સ્થાન પર છે. જ્યારે બાબર ટી20માં નંબર વન બેટ્સમેન છે જ્યારે વનડેમાં પાંચમા સ્થાન પર છે. બાબર પાકિસ્તાની ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી બની ચૂક્યો છે. તેમણે જેવું જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલું ભર્યું ત્યારથી આજસુધી પોતાની બેટિંગથી કેટલાય કારનામા કરી દેખાડ્યા. આ જ કારણ છે કે તેની સરખામણી કોહલી સાથે થવા લાગી છે.

સૌથી પહેલા સરખામણી કોણે કરી?

સૌથી પહેલા સરખામણી કોણે કરી?

બાબરની કોહલી સાથે તુલના પાકિસ્તાનના મુખ્ય કોચ મિકી આર્થરે આજથી બે વર્ષ પહેલા કરી હતી. જો કે, હવે ખુદ તેમણે જ બાબરની સરખામણી કોહલી સાથે કરવાની વાતને ઉતાવળું પગલું ગણાવ્યું. તેમણે થોડા દિવસ પહેલા જ એક અખબાના હવાલાથી લખ્યું હતું કે, 'મને લાગે છે કે બાબ બહુ જલદી જ ક્રિકેટના તમામ ત્રણેય ફો્મેટમાં વિશ્વના ટોપ પાંચ બેટ્સમેનમાં સામેલ થશે. મને હવે લાગે છે કે બે વર્ષ પહેલા બાબરની સરખામણી કોહલી સાથે કરીને મેં ઉતાવળ કરી હતી કેમ કે તેમણે પોતાનો ક્લાસ દેખાડવામાં થોડો સમય લીધો.'

બાબર કોહલીનો પણ રેકોર્ડ તોડી ચૂક્યો છે

બાબર કોહલીનો પણ રેકોર્ડ તોડી ચૂક્યો છે

પાકિસ્તાનના આ બેટ્સમેનની સરખામણી કોહલી સાથે એ માટે પણ થવા લાગી છે કેમ કે તેમણે એક રેકોર્ડના મામલામાં કોહલીને પણ ધોબી પછાડ આપી હતી. બાબર તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં સૌથી તેજ 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો. કોહલીએ 27 ઈનિંગમાં 1000 રન બનાવ્યા હતા જ્યારે બાબરે 26 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા.

આવું છે બાબરનું પ્રદર્શન

આવું છે બાબરનું પ્રદર્શન

જણાવી દઈએ કે 31 મે 2015ના રોજ જિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલ વનડે મેચમાં બાબરે ડેબ્યૂ કર્યું હતું. બાબર અત્યાર સુધી 21 ટેસ્ટ રમ્યો જેમાં 35.29ની એવરેજથી 1235 રન બનાવી ચૂક્યો છે જેમાંથી 11 ફિફ્ટી અને 1 સદી સામેલ છે. જ્યારે વનડેમાં પણ બાબરનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. બાબર 59 મેચમાં 51.29ની એવરેજથી 2462 રન બનાવી ચૂક્યો છે, જેમાં 10 ફિફ્ટી અને 8 સદી સામેલ છે. ઉપરાંત ટી20ની 29 મેચમાં 53.73ની એવરેજથી બાબર 1182 રન બનાવી ચૂક્યો છે જેમાં 9 ફિફ્ટી સામેલ છે.

શું આ વખતે ટી20માં રેકોર્ડ સુધારી શકશે ભારતીય ટીમ? શું આ વખતે ટી20માં રેકોર્ડ સુધારી શકશે ભારતીય ટીમ?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
don't compare me with legend virat kohli says babar azam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X