તું છોકરાઓના ચક્કરના ન પડતી, કેમ MS Dhoni એ બોલિવૂડની બોલ્ડ હસીનાને આ સલાહ આપી?
આ દિવસોમાં આઈપીએલમાં ધોનીનું બેટ ખુબ બોલી રહ્યું છે. જો કે તેના બેટ સાથે સાથે બોલિવૂડની ઉભરતી અભિનેત્રી અનુષ્કા શેન સાથેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
નાની ઉંમરમાં બોલિવૂડમાં મોટી ઊંચાઈ હાંસલ કરનાર અભિનેત્રી અનુષ્કા સેન ઘણીવાર ધોનીને લઈને ચર્ચામાં રહે છે. મહેન્દ્ર સિંહ ધોની અને અનુષ્કા સેને ઘણી જાહેરાતો એકસાથે શૂટ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની અને અનુષ્કા સેને લગભગ 14-15 જાહેરાતોમાં એકસાથે જોવા મળ્યા છે.

અનુષ્કા સેન માત્ર 7 વર્ષની હતી ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ તેની સાથે કેટલાક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને અનુષ્કા સેન વચ્ચે ઘણી વાતચીત થતી હતી. આ વાતનો ખુલાસો અનુષ્કા સેને પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો.
તેણીએ કહ્યું કે, તે મહેન્દ્ર સિંહ ધોની સાથે જાહેરાત શૂટ કરતી હતી ત્યારે ધોની તેને સ્કૂલ અને અભ્યાસ વિશે પૂછતા હતા.
અનુષ્કા સેને ધોની વિશે કહ્યું કે, એકવાર મહેન્દ્ર સિંહ ધોનીએ તેને કહ્યું હતું કે તારી જે એનર્જી છે તે કોઈપણ છોકરા પર ન વેડફીશ. જો તમે કોઈને ડેટ કરી રહ્યા છો તો સાવધાન રહો.
અનુષ્કા સેને કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની મારા માટે બેસ્ટ રિલેશનશીપ ગુરુ છે. તેમણે મને છોકરાઓની ચિંતા ન કરવાનું પણ કહ્યું. ટેટૂ ન કરાવ કારણ કે જ્યારે તું 25 વર્ષની થઈશ ત્યારે તમને ન ગમે તો પણ તમે તેનું કઈ કરી શકતા નથી.
અનુષ્કા સેને વધુમાં કહ્યું કે જ્યારે પણ ધોની તેને મળે છે ત્યારે તે તેની સાથે પોતાના બાળકની જેમ વર્તે છે. આ કારણથી તે ધોનીને પોતાના ચાચા માને છે.
જણાવી દઈએ કે અનુષ્કા સેને ટીવી પર ઘણી મોટી સીરિયલ્સમાં કામ કર્યું છે. તે બાલવીર, ઝાંસી કી રાની અને ખતરોં કે ખિલાડી જેવા ટીવી શોમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
