For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Eng 2nd ODI: ટૉપ્લે લગાવ્યો વિકેટોનો છગ્ગો, ભારતને 100 રનથી હરાવીને ઈંગ્લેન્ડે બરાબર કરી સીરિઝ

ઇંગ્લેન્ડની ટીમે લોર્ડઝમાં રમાયેલી બીજી વનડેમાં જબરદસ્ત વાપસી કરીને ભારતીય ટીમને દરેક મોરચે મ્હાત આપી હતી

|
Google Oneindia Gujarati News

લંડનઃ ઇંગ્લેન્ડની ટીમે લોર્ડઝમાં રમાયેલી બીજી વનડેમાં જબરદસ્ત વાપસી કરીને ભારતીય ટીમને દરેક મોરચે મ્હાત આપી હતી અને આ મેચ જીત્યા બાદ ત્રણ મેચોની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. આ પહેલા ભારતીય ટીમે છેલ્લી મેચ 50 ઓવરથી ઓછા સમયમાં જીતીને ઘણો જુસ્સો બતાવ્યો હતો પરંતુ બીજી મેચમાં ટોસ જીતવા છતાં ટીમ ઈન્ડિયાને અંગ્રેજોના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

match

પ્રથમ બેટિંગ કરવાની ફરજ પડ્યા બાદ ઇંગ્લેન્ડે 49 ઓવરમાં માત્ર 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય દાવ 38.5 ઓવરમાં 146 રનમાં સમેટાઈ ગયો હતો. રોહિત શર્મા અને શિખર ધવને ભારત માટે ખરાબ શરૂઆત કરી હતી. રોહિત પોતાનુ ખાતુ પણ ખોલી શક્યો ન હતો જ્યારે ધવન 9 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પાસેથી ઘણી આશા હતી કે તે વનડે શ્રેણીમાં વાપસી કરીને કંઈક કરશે. પરંતુ તે પણ 25 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો. ટૉપ્લે 2 અને વિરાટ કોહલીને વિલીએ આઉટ કર્યા હતા.

ભારતીય ટીમને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ઋષભ પંત પણ શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. અહીં ભારત સંપૂર્ણ રીતે ફસાઈ ગયુ હતુ કારણ કે તેની ચાર વિકેટ માત્ર 31 રનમાં જ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં એક ભાગીદારીની જરૂર હતી. જે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ કરી હતી પરંતુ સૂર્યકુમાર યાદવ સારા ટચમાં હોવા છતાં ટૉપ્લેના હાથે બોલ્ડ થયો હતો. તેણે આઉટ થતા પહેલા 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાર્દિકનો નંબર આવે છે જેણે 40 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ પછી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી વચ્ચે નાની પાર્ટનરશીપ થઈ હતી. 39 રનની પાર્ટનરશીપને ટૉપ્લેએ તોડી હતી અને શમીને આઉટ કરી દીધો હતો. ટૉપ્લેએ ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આઉટ કર્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ENG vs IND: England even the series by beating India 100 runs, Reece Topley takes 6 wicket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X