આ ક્રિકેટરની પત્નીની ખૂબસૂરતી સામે મોડલ પણ ફિક્કી પડે, 8 વર્ષ ડેટ કરીને લગ્ન કર્યા
ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયો છે. રણજી ટ્રોફી 2024ની પ્રથમ મેચ બાદ આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે.
આ પછી હનુમા વિહારીએ એસોસિએશનને લઈને મોટો ખુલાસો કર્યો છે કે એક ખેલાડીની ફરિયાદ પર તેને કેપ્ટનશિપ છોડવા માટે કહેવામાં આવ્યું, કારણ કે તે ખેલાડીના પિતા રાજકારણમાં છે.

આ ઘટસ્ફોટ બાદ ક્રિકેટના કોરિડોરથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હલચલ મચી છે. જો કે, ઘણા લોકો ક્રિકેટરના સમર્થનમાં સામે આવ્યા છે અને તેના વિશે નિવેદનો આપી રહ્યા છે.
જો કે એસોશિએશન તરફથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે હનુમાએ પોતાની મરજીથી કેપ્ટનશિપ છોડી દીધી છે, તેને આવું કરવા માટે કોઈએ કહ્યું નથી.
એટલું જ નહીં, હનુમાએ જે ક્રિકેટર પર આરોપ લગાવ્યા છે તેનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેણે કહ્યું કે, હનુમા વિહારીએ બધાની સામે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને અભદ્ર વર્તન કર્યું હતું.
આ વિવાદ વચ્ચે તેની અંગત લાઈફની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. હનુમા વિહારીનું પૂરું નામ ગડે હનુમા વિહારી છે. 13 ઓક્ટોબર 1993ના રોજ જન્મેલા હનુમા વિહારી પોતાની લવ લાઈફને કારણે પણ ખૂબ જ ફેમસ છે.
જણાવી દઈએ કે ક્રિકેટરની પત્ની પણ ખૂબ જ સુંદર છે, તેનું નામ પ્રીતિરાજ ગાડે છે અને તેણે લાંબી ડેટિંગ પછી વર્ષ 2019માં હનુમા સાથે લગ્ન કર્યા છે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારી પ્રીતિરાજ ફેશન ડિઝાઈનર છે અને હનુમાને પહેલીવાર 2011માં એક પાર્ટીમાં મળ્યા હતા, બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.
બંને પહેલી નજરમાં જ એકબીજાને ગમી ગયા અને ત્યારપછી મુલાકાતોનો સિલસિલો શરૂ થયો. આ પછી બંને મિત્રો બન્યા અને આગળ જતા ડેટ કરવાનું શરૂ કર્યુ. જો કે તે સમયે હનુમાને તેમની રમત પર ધ્યાન આપવું પડ્યું અને તે એટલા માટે બંનેએ પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા અને આઠ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા.
પ્રીતિ રાજ પોતે પણ એક મોડલથી ઓછી નથી, લોકો તેની અને હનુમાની જોડીના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. તે તેના દેખાવ અને સ્ટાઇલિશનેસને કારણે ખૂબ જ લોકપ્રિય રહે છે. તે મૂળ વારંગલની છે. આ પાવર કપલને તેમના લગ્નથી એક પુત્ર પણ છે.
એક ઈન્ટરવ્યુમાં હનુમાએ કહ્યું હતું કે, પ્રીતિ તેને તેના કરતા વધુ સારી રીતે સમજે છે અને ખૂબ જ બુદ્ધિશાળી છે. હું નસીબદાર છું કે તે મારી લાઈફ પાર્ટનર છે, તે દરેક સુખ-દુઃખમાં મારો સાથ આપે છે અને ક્યારેક મને માર્ગદર્શન પણ આપે છે.












Click it and Unblock the Notifications
