For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની ક્રિકેટરની માંગ- 2 અઠવાડિયા માટે મને હાર્દિક પાંડ્યા આપી દો

પાકિસ્તાની ક્રિકેટરની માંગ- 2 અઠવાડિયા માટે મને હાર્દિક પાંડ્યા આપી દો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાડુ ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા તેજીથી રન બનાવવા માટે મશહૂર છે. વિંડીઝ વિરુદ્ધ પણ પાંડ્યાએ 38 બોલમાં 46 રનની શાનદાર ઈનિંગ મી, જેને પગલે ભારત 7 વિકેટ ગુમાવી 268 રન બનાવી શક્યું. કેરેબિયન ખેલાડીઓ પાસે ભારતના બોલર્સનો કોઈ જવાબ નહોતો અને તેઓ 35 ઓવરમાં 143 રન પર ઓલ આઉટ થઈ ગયા. આ પરિણામમાં મેન ઈન બ્લૂ 11 અંકો સાથે બીજા સ્થાન પર પહોંચી ગયા, જ્યારે વિંડીઝ વર્લ્ડ કપથી બહાર થઈ ગયું. એક બાજુ જ્યાં પાંડ્યાની બેટિંગના વખાણ થઈ રહ્યાં છે તો બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે બીસીસીઆઈ પાસેથી માંગ કરી છે કે 2 અઠવાડિયા માટે તેમને પાંડ્યા સોંપી દો.

hardik pandya

જણાવી દઈએ કે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાક ખુદને રોકી ન શક્યા અને તેમણે સોશિયલ મીડિયા પર હાર્દિક પાંડ્યાની ખામીઓ ગણાવતા તેમને સુધારવા માટે બીસીસીઆઈને કોચિંગનું નિવેદન પણ આપી દીધું. રજ્જાકે વીડિયોમાં કહ્યું કે, "કાહેલ પહેલીવાર મેં હાર્દિક પંડ્યાની ગેમ જોઈ, તેમનામાં તાકાત ઘણી છે પણ હજુ તેમના બેટિંગમાં માથું સ્થિર નથી રહેતું, બેલેન્સ અને બેટનો ફ્લો પણ ઠીક નથી. બોલિંગમાં પણ ખામીઓ છે. હું બીસીસીઆઈને નિેદન કરું છું કે જો તેઓ બે અઠવાડિયા માટે મને હાર્દિકને ટ્રેનિંગ આપવા દે તો હું તેને દુનિયાનો નંબર 1 ઓલરાઉન્ડર બનાવી શકું છું."

જો કે બીસીસીઆઈએ અબ્દુલ રજ્જાકના આ વીડિયો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે ટીમ ઈન્ડિયાને વાત કરીએ તો વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી કોઈપણ ટીમ ભારતને હરાવી નથી શકી. જેમાં ટીમના તમામ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. 6 મેચમાં 5 જીત અને એક ડ્રો સાથે 11 પોઈન્ટ લઈ હવે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અબ્દુલ રજ્જાકની ગણતરી પાકિસ્તાનના પ્રમુખ ઓલરાઉન્ડરમાં કરવામાં આવતી હતી. ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં તેમનો રેકોર્ડ તો શાનદાર રહ્યો છે. તેમણે 265 વનડે મેચમાં ત્રણ સદીની સાથે 5080 રન બનાવ્યા અને સાથે જ 269 વિકેટ હાંસલ કરી. ઈનિંગમાં 5 વિકેટ લેવાના કારનામાને રજ્જાકે ત્રણ વખત અંજામ આપ્યું.

વર્લ્ડ કપ 2019: જ્યારે કોહલીએ અનોખા અંદાજમાં હેટમાયરને આપી તેમની હૅટ વર્લ્ડ કપ 2019: જ્યારે કોહલીએ અનોખા અંદાજમાં હેટમાયરને આપી તેમની હૅટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ex pakistani allrounder abdul razzaq asked bcci to let him train hardik pandya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X