ચિયર લિડર્સને જોતા જ પ્રેમમાં પડ્યો અને લગ્ન કરી લીધા, જાણો ક્વિન્ટન ડી કોકની લવ સ્ટોરી
સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. અહીં તેના શાનદાર પ્રદર્શન બાદ લોકો તેની અંગત લાઈફ વિશે પણ સર્ચ કરી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકન સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોક IPLની દરેક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરે છે. લખનૌ ઉપરાંત ક્વિન્ટન ડી કોક દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ રમી ચૂક્યો છે.

ડી કોકે લાંબા સમય સુધી દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશિપ પણ કરી છે. પરંતુ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ બાદ તેણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી.
બેટથી મેદાન પર હલચલ મચાવનાર ડી કોકની લવસ્ટોરી રોમાંચક છે. ડી કોકે 2016માં ચીયરલીડર સાશા હર્લી સાથે લગ્ન કર્યા છે. આ કપલ છેલ્લા સાત વર્ષથી એકબીજા સાથે ખૂબ જ ખુશ છે.
2012માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની ચેમ્પિયન્સ લીગ મેચ દરમિયાન ડી કોકની નજર સાશા હર્લી પર પડી. અહીંસાશા હર્લી ચીયરલીડર તરીકે હાજર હતી.
ડી કોક તેને જોતાની સાથે જ ચીયરલીડર સાશા હર્લીના પ્રેમમાં પડી ગયો. પ્રથમ નજરમાં પ્રેમમાં પડ્યા પછી તે તેના તરફ આકર્ષિત થવા લાગ્યો. ડી કોક જઈને તેની સાથે સીધી વાત કરી શક્યો ન હતો. જે બાદ ફેસબુક દ્વારા તેમની લવસ્ટોરી આગળ વધી.
ડી કોકે ફેસબુકના માધ્યમથી સાશા હર્લીની નજીક આવવાનો પ્રયાસ કર્યો. આ પછી બંને વચ્ચે મુલાકાત પણ શરૂ થઈ. 2016 માં ડી કોકે સાશા હર્લી સાથે લગ્ન કરી લીધા.












Click it and Unblock the Notifications
