For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેલાડીઓના ભોજનનું બિલ ચૂકવનાર ફેનની સ્પષ્ટતા, કહ્યું- પંતે ગળે નહોતો લગાવ્યો

ખેલાડીઓના ભોજનનું બિલ ચૂકવનાર ફેનની સ્પષ્ટતા, કહ્યું- પંતે ગળે નહોતો લગાવ્યો

|
Google Oneindia Gujarati News

નવદીપ સિંહ નામના એક ભારતીય પ્રશંસકે શુક્રવારે New Year 2021ની શાનદાર શરૂઆત કરી કેમ કે તેણે મેલબોર્નના એક રેસ્ટોરાંમાં ભારતીય ક્રિકેટરોને જોયા. તેણે એકદમ આગળ વધી ભારતીય ખેલાડીઓના ભોજનનું બિલ ચૂકવ્યું અને આખી ઘટના ટ્વીટર પર જણાવી. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, રિષભ પંતે તેને ગળે લગાવ્યો અને કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.

cricket

નવદીપ સિંહ મુજબ ખેલાડીઓએ તેની સાથે એક તસવીર પણ ક્લિક કરી. પરંતુ આ ઘટના વાયરલ થયા બાદ ભારતીય ખેલાડીઓ, રોહિત શર્મા, પંત, શુભમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શૉના જૈવિક સુરક્ષા કવચ નષ્ટ કરવાની સંભાવના સામે આવી ગઈ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જૈવ-સુરક્ષા પ્રોટોકોલ મુજબ ખેલાડીઓ અને કર્મચારીઓને બહાર જમવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ તેમણે બહાર જ બેસવું પડે છે.

જો કે રેસ્ટોરાંના કર્મચારીઓએ પુષ્ટિકરી કે ખેલાડીઓએ અંદર ભોજન કર્યું. આ ઉપરાંત રિષભ પંતે ફેનને ગળે લગાવ્યો તે પ્રમુખ ચિંતાની વાત સામે આવી કેમ કે ક્રિકેટર્સને બબલમાં પ્રશંસકો સાથે વાતચીત કરવાની ઉમ્મીદ નથી.

આ દરમ્યાન ભારતીય પ્રશંસક નવદીપ સિંહે સ્પષ્ટીકરણ આપ્યું, જેમાં કહ્યું કે પંતે તેને ગળે નથી લગાવ્યો, ઉત્સાહમાં જ તેણે આવું લખી નાખ્યું હતું. તેણે એમ પણ સ્પષ્ટ કર્યું કે સોશિયલ ડિસ્ટેન્સ મેન્ટેઈન કરવામાં આવ્યું હતું. સાથે જ ગેરસમજણ બદલ માફી પણ માંગી.

આ દરમ્યાન પાંચ ભારતીય ખેલાડીઓને ફેન ઈન્ટરેક્શન વિશે અવગત કરાવ્યા બાદ બીસીસીઆઈએ મામલાની તપાસ શરૂ કરી દીધી. COVID 19ને કારણે ચાલી રહેલ પ્રતિબંધોને જોતાં ખેલાડીઓએ જૈવ-સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું હોય તો આગળ શું થશે તે જોવાનું રહેશે. હવે પ્રશંસકે કરેલ સ્પષ્ટીકરણ ધ્યાનમાં લેવામાં આવશે કે નહિ તે જોવું પણ દિલચસ્પ રહેશે.

IND vs AUS 3rd Test: ભારતને જબરો ઝાટકો, આ મહત્વનો ખેલાડી બહાર થયોIND vs AUS 3rd Test: ભારતને જબરો ઝાટકો, આ મહત્વનો ખેલાડી બહાર થયો

ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ગઈ છે જ્યારે જૈવ-સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હોય, આ મામલાઓમાં કાં તો ખેલાડીઓને આગલી મેચ માટે મેચથી બહાર કરી દેવામાં આવ્યા હતા અથવા તો તેમને ફરીથી જૈવ-સુરક્ષા કવચમાં પ્રવેશ કરતા પહેલાં તપાસ અને પરીક્ષણ કરાયું હતું. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે અને મામલો જલદી જ ઉકેલી લેવામાં આવે તેવી મહેમાન ઉમ્મીદ કરશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
fan who paid meal bill of players said rishabh pant never hugged me
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X