IPLમાં કોણે ફટકારી સૌથી ઝડપી સદી, જાણો ટોપ 6 બેટ્સમેનના નામ
આઇપીએલ જેવી T20 ટૂર્નામેન્ટમાં, બેટ્સમેન સદી ફટકારીને ખૂબ જ ઓછા સમયમાં મેચનો માર્ગ બદલી નાખે છે, જે વિરોધી ટીમ પર દબાણ બનાવે છે અને તેમાંથી બહાર આવવું તેમના માટે આસાન નથી હોતું.\
IPL 2022 : આઇપીએલ જેવી T20 ટૂર્નામેન્ટમાં, બેટ્સમેન સદી ફટકારીને ખૂબ જ ઓછા સમયમાં મેચનો માર્ગ બદલી નાખે છે, જે વિરોધી ટીમ પર દબાણ બનાવે છે અને તેમાંથી બહાર આવવું તેમના માટે આસાન નથી હોતું.
જો બેટ્સમેન T20માં સદી ફટકારે છે, તો તે પોતાની ટીમને સરળતાથી આગળ લઈ જાય છે. જો આ સદી બહુ ઓછા બોલમાં આવે છે, તો બેટ્સમેનની ટીમને જીતવાની તક છે. IPL 2022 ની 15મી આવૃત્તિ 26 માર્ચથી શરૂ થશે. આ T20 લીગમાં ઘણા બેટ્સમેનોએ ઓછા બોલમાં સદી ફટકારીને ઘણી પ્રશંસા મેળવી છે.

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે
IPLની વાત કરીએ તો આ T20 લીગમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલના નામે છે. ગેલે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સબેંગ્લોર તરફથી પૂણે વોરિયર્સ સામે 66 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
આ યાદગાર ઈનિંગમાં ગેઈલના બેટમાં 17 છગ્ગા અને 13 ચોગ્ગા હતા. ડાબોડીબેટ્સમેન ગેઈલે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. ગેઈલની શાનદાર ઈનિંગ્સના આધારે આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 263 રન બનાવ્યા હતા. જવાબમાં પૂણેવોરિયર્સની ટીમ 9 વિકેટે 133 રન જ બનાવી શકી હતી.

યુસુફ પઠાણ બીજા ક્રમે
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે યુસુફ પઠાણ એકંદરે બીજા ક્રમે છે, જ્યારે ભારતીય ખેલાડીમાં નંબર વન પર છે. રાજસ્થાન રોયલ્સ માટે પઠાણે વર્ષ2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. તે સમયે તે સૌથી ઝડપી સદી ફટકારી હતી.
જ્યાં સુધી યુસુફ બેટિંગ કરતો હતો, ત્યાં સુધી રાજસ્થાનનેજીતવાની તક હતી, પરંતુ તે આઉટ થતા જ રાજસ્થાનને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 213 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 7વિકેટે 208 રન જ બનાવી શકી હતી.

ડેવિડ મિલરે 38 બોલમાં અણનમ 101 રનની ઇનિંગ રમી
દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરના નામે આઈપીએલમાં 38 બોલમાં અણનમ 101 રનની ઇનિંગ રમવાનો રેકોર્ડ છે. મિલરે 2013માં RCB સામે પંજાબમાટે આ ઇનિંગ રમી હતી.
આરસીબીએ 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા પંજાબે એક સમયે 9.5 ઓવરમાં 64 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
આવી સ્થિતિમાં તેને જીતની સુગંધ મળવા લાગી હતી, પરંતુ મિલરની વિસ્ફોટક ઇનિંગના આધારે પંજાબે 18 ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી.

એડમ ગિલક્રિસ્ટે IPLમાં 42 બોલમાં સદી ફટકારી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટ કીપર અને બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે IPL માં 42 બોલમાં સદી ફટકારી છે. ગિલક્રિસ્ટે આ ઈનિંગ IPLની પ્રથમ આવૃત્તિ એટલે કે 2008માંરમી હતી.
ગિલક્રિસ્ટે આ ઇનિંગ ડેક્કન ચાર્જર્સ માટે રમી હતી. ગિલક્રિસ્ટની શાનદાર ઈનિંગ્સના આધારે ડેક્કન ચાર્જર્સે મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 155 રનના લક્ષ્યાંકનેમાત્ર 12 ઓવરમાં કોઈ વિકેટ વિના હાંસલ કરી લીધો હતો.

એબી ડી વિલિયર્સ અને ડેવિડ વોર્નર 5માં નંબર પર
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર સંયુક્ત રીતે 5માં નંબર પર છે. બંનેએ એક જ 43 બોલમાં IPLમાં પોતાની સૌથીઝડપી સદી પૂરી કરી છે. ડી વિલિયર્સે ગુજરાત લાયન્સ સામે 52 બોલમાં 129 રન બનાવ્યા હતા.
ડેવિડ વોર્નરે પણ ડી વિલિયર્સની જેમ IPLમાં 43 બોલમાં સદી ફટકારી છે. વોર્નરે માત્ર 59 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદ માટેKKR સામે 8 સિક્સ અને 10 ફોર ફટકારી હતી.












Click it and Unblock the Notifications
