Flash Back 2022: વિરાટ કોહલી સહિત આ દિગ્ગજોએ છોડી કપ્તાની, લિસ્ટમાં મોટા નામ શામેલ
2022નુ વર્ષ પુરૂ થવા જઇ રહ્યું છે. ક્રિકેટમાં પણ આ વર્ષે ઘણા બદલાવ થયા છે. વિરાટ કોહલી, જો રૂટ અને કેન વિલિયમ્સને કપ્તાનપદ છોડ્યુ છે.
વર્ષ 2022માં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે, આ વર્ષ ટીમ માટે શાનદાર રહ્યું નથી અને ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. એશિયા કપ, વર્લ્ડ કપ સિવાય ભારતને બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી પણ ગુમાવવી પડી હતી. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી છોડી દીધી છે.

કોહલીએ ટેસ્ટની કેપ્ટનશિપ છોડી
વર્ષ 2022ની શરૂઆતમાં વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાની હતી. આ સીરીઝ પહેલા કોહલીએ અચાનક કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલી બાદ રોહિત શર્માને ટેસ્ટની કમાન સોંપવામાં આવી હતી. રોહિત શર્મા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

જો રૂટે પણ છોડી કપ્તાની
વિરાટ કોહલી, જો રૂટ અને કેન વિલિયમસનની ગણતરી મહાન ટેસ્ટ બેટ્સમેનોમાં થાય છે. ત્રણેય ખેલાડીઓ પાસે શોટની વિશાળ શ્રેણી, સ્પર્ધાત્મક સ્વભાવ અને બેટિંગ પ્રત્યે બુદ્ધિશાળી અભિગમ છે. વિરાટ કોહલી બાદ જો રૂટે એપ્રિલ 2022માં ટેસ્ટ કેપ્ટનશિપ પરથી રાજીનામું આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શન બાદ તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે 64 મેચોમાં કેપ્ટનશીપ કરી, જેમાંથી ઈંગ્લેન્ડ 27 જીતી અને 26 હારી, જ્યારે 11 મેચ ડ્રો રહી.

વિલિયમ્સને લીધો મોચો ફેંસલો
વિરાટ કોહલી અને જો રૂટ બાદ કેન વિલિયમસને પણ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે. કેન વિલિયમસને 2016થી ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી હતી અને તેની કેપ્ટનશિપમાં ટીમને ઘણી મેચોમાં જીત અપાવી હતી. તેણે 40 મેચોમાં કેપ્ટનશિપ કરી, જેમાંથી ન્યૂઝીલેન્ડે 22માં જીત મેળવી અને 10માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 8 મેચ ડ્રો રહી. વિલિયમસનની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ પણ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
