ફ્લોપ ગુરુનો હિટ ચેલો, કોણ છે ન્યૂ હાર્ડ હિટર અંગક્રિશ રધુવંશી
Abhishek Nayar, Angkrish Raghuvanshi: એવી કહેવત છે કે, ખેલાડી સફળ હોય તો તેની પાછળ સફળ ગુરુ હોય એવુ જરૂરી નથી, એક અસફળ ગુરુનો શિષ્ય પણ સફળતાના શિખરો સર કરી શકે છે. જેનું ઉદાહરણ અભિષેક નાયર છે. ભારત માટે ત્રણ વનડે રમનારા અભિષેક નાયરે ભારતીય ક્રિકેટને એવો સ્ટાર બેટ્સમેન આપ્યો છે. જેનું બેટ હાલ બોલી રહ્યું છે.
IPL 2024માં પોતાની ડેબ્યૂ ઇનિંગમાં જ બેટથી રનનો વરસાદ કરીને અંગક્રિશ રઘુવંશીએ વિશ્વ મંચ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવ્યું છે, આ સાથે તેના માર્ગદર્શકની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેના વખાણ થઈ રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સ સામેની તેની અવિશ્વસનીય ઇનિંગ્સ બાદ, KKRના અંગક્રિશ રઘુવંશીએ જણાવ્યું છે કે, તેની સફળતા પાછળનું કારણ અભિષેક નાયર છે, જે તેને બાળપણથી તાલીમ આપી રહ્યો છે. અંગક્રિશે આરસીબી સામેની છેલ્લી રમતમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.
ડીસી સામેની મેચ દરમિયાન 18 વર્ષીય ખેલાડીને નંબર 3 પર પ્રમોટ કરવામાં આવ્યો હતો જેથી તેણે સુનીલ નારાયણ સાથે મળીને બંને હાથે તક ઝડપી લીધી હતી. તેઓએ સાથે મળીને ડીસીના બોલરની ધુલાઇ કરી હતી.
અંગક્રિશે સુનીલ નારાયણ સાથે 104 રનની ભાગીદારી કરી અને બેટ વડે તેની પ્રથમ આઇપીએલ ફિફ્ટી ફટકારી હતી. KKRએ 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા.

અંગક્રિશે માત્ર 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેના ખાતામાં 27 બોલમાં 200ના સ્ટ્રાઈક રેટથી કુલ 54 રન આવ્યા હતા. મેચ બાદ તેણે તેની ઇનિંગ્સ નાયર અને બાકીના KKR સ્ટાફને સમર્પિત કરી હતી.
ગુરુ અભિષેક નાયરે શીખવી છે રિવર્સ સ્વીપ - આ યુવાને છગ્ગા માટે શાનદાર રિવર્સ સ્વીપ રમ્યો અને ખુલાસો કર્યો કે, નાયર જ તે હતો જેણે તેને આવા શોટ રમવાની તાલીમ આપી હતી અને તે બાળપણથી તેની સાથે કામ કરતો હતો.
અંગક્રિશે જણાવ્યું હતું કે, હું આ ઇનિંગ મારા કોચ અભિષેક નાયર અને મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું. હું તેમની સાથે રહીને ઘણું શીખ્યો છું. અભિષેક સર બાળપણથી મારી સાથે કામ કરે છે. આ બધા રિવર્સ સ્વીપ અને બીજા શોટ્સની તેઓએ મને ઘણી પ્રેક્ટિસ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે, અંગક્રિશને અભિષેક નાયર દ્વારા ડેબ્યૂ કેપ પણ આપવામાં આવી હતી. તે કોલકાતા નાઈટ રાઈડર્સનો આસિસ્ટન્ટ કોચ છે. અંગક્રિશના પિતાએ એકવાર આ વિશે કહ્યું હતું કે, અમે નસીબદાર છીએ કે તે અભિષેકના કોચિંગ હેઠળ શીખ્યો અને હવે તેની સાથે તે જ ટીમમાં રમી રહ્યો છે. અંડર-19ના સમયથી જ અંગક્રિશને ઉભરતો સ્ટાર માનવામાં આવતો હતો.
અંગક્રિશ રઘુવંશીનું અંતિમ ધ્યેય શું છે? - દેશની ઘણી યુવા પ્રતિભાઓની જેમ, અંગક્રિશે કહ્યું કે, તે ભારતીય જર્સી પહેરવાની આશા રાખે છે, અને દાવો કર્યો કે, તે આમ કરવાથી અલગ બનવા માંગે છે.
અંગક્રિશે કહ્યું કે, ભારતીય જર્સી પહેરવી પડશે. તેને પહેરવા જેવું કે, આ પહેલા ક્યારેય કોઈએ પહેર્યું નથી. બધા મારી તરફ જોશે અને કહેશે, હું અલગ છું. ઉલ્લેખનીય છે કે, KKRએ દિલ્હી સામે 106 રને જીત નોંધાવી હતી. KKRની આગામી મેચ 8 એપ્રિલના રોજ ચેન્નાઈમાં CSK સામે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ










Click it and Unblock the Notifications
