For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડીન જોન્સનું નિધન થયું

મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડીન જોન્સનું નિધન થયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતને બહુ દુખ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર દિગ્ગજ ડીન જોન્સનું હાર્ટ અટેકથી મોત થયું છે. જોન્સ સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રી ટીમનો ભાગ હતા અને મુંબઈની સેવન સ્ટાર હોટલમાં રોકાયા હતા. તેઓ 59 વર્ષીય હતા.

ભારતીય મીડિયામાં લોકપ્રિય હતા

ભારતીય મીડિયામાં લોકપ્રિય હતા

ડીન જોન્સ એક સક્રિય ક્રિકેટ વિશ્લેષક રહ્યા છે અને તેમણે યૂએઈમાં ચાલી રહેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 પર ઑફ ટ્યૂબ કોમેન્ટ્રી કરવા માટે સાઈન કરી હતી. જોન્સ ભારતીય મીડિયામાં એક લોકપ્રિય વ્યક્તિ હતા. તેમનો શો ‘પ્રો ડીનો' એનડીટીવી પર બહુ લોકપ્રિય હતો. તેમણે દુનિયાની વિવિધ લીગો પર ટિપ્પણી કરી અને પોતાના સટીક વિચારો માટે ઓળખાય છે.

કરિયર આવું રહ્યું

કરિયર આવું રહ્યું

મેલબર્નમાં જન્મેલા ડીન જોન્સે 52 ટેસ્ટ મેચ રમી જેમાં 46.55ની એવરેજથી 3631 રન બનાવ્યા. 216ના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે જોન્સે 11 સદી ફટકારી અને એલન બોર્ડરની ટીમના એક મહત્વપૂર્ણ સભ્ય હતા. જોન્સે 164 વનડે પણ રમી અને સાત સદી અને 46 ફીફ્ટીની મદદથી 6068 રન બનાવ્યા.

હાલમાં જ ધોનીના વખાણ કર્યાં હતાં

હાલમાં જ ધોનીના વખાણ કર્યાં હતાં

જોન્સે હાલમાં જ સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડ પર ધોનીના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ધોની રૂઢિવાદી માર્ગનું અનુસરણ કરે છે અને વિરોધિઓથી ભૂલ થવાનો ઈંતેજાર કરે છે. તેમણે દોનીને સર્વકાલિન પોતાના ટૉપ પાંચ ભારતીય ખેલાડીઓમાં પણ રાખ્યા. જોન્સે કહ્યું હતું, એક કેપ્ટન તરીકે તે પોતાની રણનીતિમાં ઘણા રૂઢિવાદી છે. પરંતુ તેઓ તમારી એક ભૂલનો ઈંતેજાર કરે છે અને પછી કોબરાની જેમ લપેટામાં લઈ લે છે. તેણે શું કર્યું તે લોકોને હંમેશા યાદ રહેશે. તેઓ મારા ટૉપ પાંચ ખેલાડીઓમાંથી એક હશે.

RCB vs KXIP: જાણો કઇ ટીમનું પલડુ ભારે, કોહલીની નજર બીજી જીત તરફRCB vs KXIP: જાણો કઇ ટીમનું પલડુ ભારે, કોહલીની નજર બીજી જીત તરફ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Former Australian cricketer Dean Jones died of heart attack in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X