ગૌતમ ગંભીરનું ભારતીય ટીમના કોચ બનવાનું લગભગ નક્કી? જાણો કેમ આવુ માનવામાં આવી રહ્યુ છે?
રાહુલ દ્રવિડની વિદાય બાદ હવે ભારતીય ટીમના નવા કોચને લઈને ઘણા નામ સામે આવી રહ્યાં છે. હવે અહેવાલો છે કે ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા કોચ બની શકે છે.
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર હજુ પણ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં છે. રાહુલ દ્રવિડે ટીમ સાથે પોતાનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય કર્યા પછી ગંભીરનું નામ આ માટે સૌથી આગળ છે.

મુખ્ય કોચની રેસમાં ગંભીર ભારતીય મહિલા ટીમના ભૂતપૂર્વ કોચ ડબલ્યુવી રમન સામે સ્પર્ધામાં છે.આ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર પસંદ કરવામાં આવશે. ઈડન ગાર્ડન્સ ખાતે ફેરવેલ શૂટે લગભગ પુષ્ટિ કરી દીધી છે કે ગંભીર ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ હશે.
અહેવાલો અનુસાર, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધિકારીએ પુષ્ટિ કરી છે કે ગંભીર શુક્રવારે ફેરવેલ શૂટ માટે સ્ટેડિયમમાં હાજર હતો. નામ જાહેર ન કરવાની શરતે અધિકારીએ કહ્યું, આ એક સામાન્ય બાબત હતી, પરંતુ ગંભીર તેના ચાહકોને સંદેશ સાથે અલવિદા કહેવા માંગતો હતો અને તેથી જ તેણે ઈડન ખાતે એક વીડિયો શૂટ કર્યો હતો.
કથિત રીતે આ વીડિયો ગંભીરની અંગત ટીમે શૂટ કર્યો હતો અને તેની IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સે નહીં. વીડિયોમાં કથિત રીતે KKR ખાતે ગંભીરની સફર દર્શાવવામાં આવી છે, જેમાં તેની તાજેતરની IPL 2024 સિઝનમાં ટીમના માર્ગદર્શક તરીકેનો કાર્યકાળ પણ સામેલ છે.
ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂક બાદ આ વિડિયો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. BCCI સચિવ જય શાહે અગાઉ પુષ્ટિ કરી હતી કે નવા મુખ્ય કોચ ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસનો હવાલો સંભાળશે, જેમાં 3 ODI અને 3 T20 મેચ હશે.
ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચ તરીકે તેમની સાથે છે. T20 વર્લ્ડ કપ 2024 ના સમાપન સાથે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.












Click it and Unblock the Notifications
