Goldy Brar Death : સિદ્ધુ મુસેવાલા મર્ડરના આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને હત્યા

જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી ગોલ્ડી બ્રારની ગોળી મારીને હત્યા કરાઈ છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં ગોલ્ડી બ્રારને ગોળી મારીને હત્યા કરી દેવાઈ.

એક અમેરિકન વેબસાઈટે બુધવારે દાવો કર્યો છે કે સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને ગોળી મારી દેવામાં આવી છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

Goldy Brar Death

અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એક ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો છે કે ગોલ્ડી બ્રારનું મોત ગોળીની ઈજાને કારણે થયું છે. આ સમાચાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે થોડા દિવસો પહેલા તેને બે ગોળી વાગી હતી, જે બાદ તેનું મૃત્યુ થયું.

અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર, ગોલ્ડી બ્રારને મંગળવારે સાંજે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના અમેરિકન સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે બની. દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ગોળી મારવામાં આવી ત્યારે ગોલ્ડી બાર મિત્રના ઘરની બહાર ઉભો હતો.

વેબસાઈટે વધુમાં દાવો કર્યો કે થોડા દિવસો પહેલા સેન્ટ્રલ ફરઝોનામાં બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી, જેમાં ગોલ્ડી બ્રાર પણ સામેલ હતો. આ હુમલા દરમિયાન ઘાયલ યુવકને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે ગોલ્ડી બ્રારે સિદ્ધુ મૂઝવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. ત્યારથી તે લુકઆઉટ નોટિસ પર હતો અને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X