રાજકોટ ટેસ્ટ: ભારત-ઇંગ્લેંડની પહેલી મેચ ડ્રો, ભારતના બીજા દાવમાં 172/6

Subscribe to Oneindia News

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ હતો. ઇંગ્લેંડને હરાવવાનું વિશ્વ નંબર 1 ટીમ ભારતનું સપનુ આજે તૂટી ગયુ. મેચનુ કંઇ પરિણામ આવ્યુ નહિ અને મેચ ડ્રો રહી.

virat

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભારતની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. 310 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીબ્રેક બાદ ભારતે 3 વિકેટ પર 70 રન બનાવી લીધા હતા. ત્યારબાદ અજિંક્ય રહાણે પણ ચોથા વિકેટના રુપમાં આઉટ થઇ ગયા.

murli

ત્યારબાદ આર અશ્વિન પણ 32 રન બનાવીને આઉટ થઇ ગયા. ઋદ્ધિમાન સાહા પણ 9 રન બનાવીને આઉટ થઇ ગયા. અંતમાં ક્રીઝ પર રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ કમાન સંભાળી હતી. ઇંગ્લેંડના પહેલા દાવમાં 537 રનના જવાબમાં ભારતે 488 રન બનાવ્યા હતા.

cook

ઇંગ્લેંડે પોતાનો બીજો દાવ 3 વિકેટના નુકશાન પર 260 રન બનાવીને ઘોષિત કરી દીધો. ભારતને જીતવા માટે 310 રન જોઇતા હતા. ભારતે પોતાના બીજા દાવમાં 6 વિકેટના નુકશાન પર 172 રન બનાવ્યા. આ રીતે મેચ ડ્રો ગઇ હતી. દિવસના પહેલા સેશનમાં ઇંગ્લેંડને હસીબ હમીદ અને જો રુટના રુપમાં બે ઝટકા લાગ્યા. કુકે પોતાની 30મી સદી પણ ફટકારી.

rajkot test

તમને જણાવી દઇએ કે ઇંગ્લેંડે જો રુટ (124), મોઇન અલી (117) અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી પહેલા દાવમાં 537 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો અને બાદમાં તે ભારતને પહેલા દાવના આધાર પર 488 રન પર રોકીને 49 રનોથી આગળ હતુ.

English summary
Good morning! It's Day 5 of the opening Test between India and England.here is latest updates:
Please Wait while comments are loading...