IND vs AUS : ભારતીય બેટ્સમેનોએ રંગ રાખ્યો, ગીલ-ઐય્યરની સદી સાથે 400 રનનો મોટો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયા સામે કમાઈ રહેલી બીજી વન ડેમાં ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયન બોલરોને ફટકારતા ભારતે જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે.
ભારત તરફથી શાનદાર બેટિંગ કરતા ફરી એક વખત શુભમન ગીલે વધુ એક સદી ફટકારી. આ વખતે તેને સાથ આપ્યો શ્રેયસ ઐય્યરે અને તેને પણ 105 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી. આ બન્નેની પાર્ટનરશિપે મોટા સ્કોરનો રોડમેપ તૈયાર કર્યો.

ગીલ અને ઐય્યર બાદ પણ ધમાકેદાર બેટિંગ ચાલુ રહી અને કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવે પોતાની અડધી સદી ફટકારી. અહીં સુર્યકુમાર યાદવે લગભગ 200ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને ટીમને 5 વિકેટે 399 રન સુધી પહોંચાડી દીધી.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોલરો ફિક્કા સાબિત થયા અને સમયે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરોન ગ્રીને સૌથી વધુ 2 વિકેટ લીધી.












Click it and Unblock the Notifications
