GT vs LSG : ગુજરાત ટાઈટન્સની શાનદાર બોલિંગ, લખનૌ 163 પર રોકાઈ
ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં લખનૌની ઈનિંગ 163 રન પર રોકાઈ છે.
ટોસ જીતીને બેટિંગ માટે આવેલી લખનૌ સુપર જાયન્ટની શરૂઆત નબળી રહી. શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધા બાદ ટીમ ધીરે ધીરે આગળ વધી.

એક સમયે લાગતું હતું કે ટીમ 150 રન આસપાસ અટકી જશે. જો કે ટીમ માટે માર્ક્સ સ્ટોઈનિસ અને અંતિમ ઓવરોમાં નિકોલસ પુરને શાનદાર બેટિંગ કરી અને ટીમને સન્માનજનક સ્ટોર સુધી પહોંચાડી દીધી.
આ મુકાબલામાં જે રીતની પીચ છે તેને જોતા આ સ્કોર પર બન્ને ટીમ વચ્ચે એક સારી ફાઈટ જોવા મળી શકે છે. જો શરૂઆતમાં લખનૌ વિકેટ મેળવવામાં સફળ થશે તો ગુજરાતને ટાર્ગેટ પાર કરવામાં મુશ્કેલી પડી શકે છે.












Click it and Unblock the Notifications
