GT vs MI: ગુજરાત ટાઈટન્સ-મુંબઈ ઈન્ડયન્સ વચ્ચે આજે મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને હવામાન અપડેેટ
GT vs MI Pitch and Weather: ગુજરાત ટાઇટન્સની ટીમ ફરી એકવાર તેના હોમ ગ્રાઉન્ડ પર પહોંચી છે. મંગળવારે એટલે કે આજે ગુજરાતની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે મેદાનમાં ઉતરશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ચોથી જીત માટે પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સ તેની પાંચમી જીત નોંધાવવા પર જોર લગાવશે.
ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6માંથી 4 મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સ 8 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ જીત બાદ પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ 6 પોઈન્ટ સાથે સાતમાં ક્રમે છે.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગમાં ઉંડાણ છે. ઓપનિંગમાં રોહિત શર્મા, ઈશાન કિશન છે. તેમના પછી તિલક વર્મા, ટિમ ડેવિડ, કેમરન ગ્રીન જેવા ખેલાડીઓ ટીમમાં છે. સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સનો દરેક ખેલાડી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતે આમનાથી બચવુ પડશે.
ગુજરાત માટે શુભમન ગિલે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. તેના સિવાય હાર્દિક પંડ્યા પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ડેવિડ મિલર ફિનિશ કરવા માટે તૈયાર છે. ગુજરાતની ટીમ સામૂહિક પ્રયાસ કરીને જીતે છે. આ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળશે.
GT vs MI પિચ રિપોર્ટ
ગુજરાત અને મુંબઈ વચ્ચેના મુકાબલામાં એક સપાટ પિચ જોવા મળે તેવી શક્યતા છે. ગુજરાતની ટીમ ઘરઆંગણે રમી રહી છે, તેથી વધુ સારી બેટિંગ પિચની અપેક્ષા રાખી શકાય. આ સિવાય ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમને 200ની નજીક રન બનાવવા પડશે. મિક્સિંગ પેસ બોલરોને બચાવી શકે છે.
GT vs MI હવામાન અપડેટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. તાપમાનની વાત કરીએ તો તે 26થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. દિવસ દરમિયાન ગરમી બાદ સાંજે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. બંને ટીમો વચ્ચે પરફેક્ટ મેચ જોવા મળશે.
ગુજરાત ટાઇટન્સની ટીમ
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, મોહિત શર્મા, જયંત યાદવ, જોશુઆ લિટલ, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત, સાઈ સુદર્શન, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, દર્શન નાલકંડે, ઉર્વીલ પટેલ, યશ દયાલ.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, ટિમ ડેવિડ, તિલક વર્મા, રિતિક શોકીન, અર્જુન તેંડુલકર, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, નેહલ વાધેરા, રમણદીપ સિંહ, કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની, વિષ્ણુ વિનોદ, રિલે મેરેડિથ, સંદીપ વોરિયર, ડુઆન જેન્સેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રુઈસ, આકાશ માધવાલ, અરશદ ખાન, રાઘવ ગોયલ.












Click it and Unblock the Notifications
