GT vs PSBK : ગીલની ધમાકેદાર ઈનિંગ, પંજાબને 200 રનનો મોટો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના આઈપીએલના મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણય ગુજરાત ટાઈટન્સ માટે સારો સાબિત થયો અને ટીમે 200 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે.'
ગુજરાત ટાઈટન્સની ઈનિંગની વાત કરીએ તો ટીમ માટે શુભમન ગીલે સૌથી વધુ 86 રન બનાવ્યા. આ સિવાય સાઈ સુદર્શને 33, કેન વિલિયમસને 28 અને રાહુલ તેવટિયાએ 23 રનની ઈનિંગ રમી.
બીજી તરફ પંજાબના બોલરો ફિક્કા પડ્યા અને મોંઘા સાબિત થયા. ટીમ માટે રબાડાએ સૌથી વધુ 2 વિકેટ લીધી. આ સિવાય હર્ષલ પટેલ અને હરપ્રીત બ્રારે એક-એક વિકેટ લીધી.












Click it and Unblock the Notifications
