GT vs SRH : ગુજરાતની શાનદાર બોલિંગ, હૈદરાબાદ 162 રન રોકાયુ
ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામા હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ટીમે 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સને આ મેચ જીતવા માટે 163 રનની જરૂર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તેની છેલ્લી મેચમાં જોરદાર જીત નોંધાવી અને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. આ મેચમાં ટીમની બેટિંગ સાધારણ જોવા મળી.
તમને જાણીને નવાઈ લાગશે કે ગયા મેચમાં આઈપીએલનો સૌથી મોટો સ્કોર બનાવનારી ટીમનો એકપણ બેટ્સમેન ગુજરાત સામે 30 નો આંકડો પાર ન કરી શક્યો.
હૈદરાબાદ માટે અભિષેક શર્મા અને અબ્દુલ શમદે સૌથી વધુ 29-29 રનની ઈનિંગ રમી. બીજી તરફ ગુજરાત માટે મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ લીધી.












Click it and Unblock the Notifications
