GT vs SRH pitch report: અમદાવાદની પીચમાં થશે ચોગ્ગા-છક્કાનો વરસાદ, જાણો શું કહે છે આંકડા?
GT vs SRH pitch report, IPL 2024: IPL 2024 શરૂ થતાની સાથે જ ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઇપીએલની 12 મેચમાં સનરાઇઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાતને પોતાની છેલ્લી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હરાવ્યું હતું.
જે સામે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હાઈ સ્કોરિંગ મેચમાં હરાવીને હૈદરાબાદની ટીમ અમદાવાદ પહોંચી હતી. આવી સ્થિતિમાં, જો SRH ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, તો ગુજરાત સિઝનની તેની બીજી જીત મેળવવા માટે મેદાનમાં સંઘર્ષ કરતી જોવા મળશે.
અમદાવાદની પીચ - અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ (GT vs SRH) વચ્ચેની રોમાંચક મેચ રમાશે. આ મેદાનને બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન છે.

બોલ બેટ પર ખૂબ જ સારી રીતે આવે છે, અને શોટ બનાવવાનું ખૂબ જ સરળ છે. ઝડપી આઉટફિલ્ડને કારણે, બેટ્સમેનોને બોલને બાઉન્ડ્રી લાઇન સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડતા નથી. આ સાથે આ પિચ સ્પિન બોલર્સને પણ પૂરતી મદદ કરે છે.
શું કહે છે આંકડાઓ? - અમદાવાદના આ મેદાનમાં અત્યાર સુધીમાં IPLની કુલ 28 મેચ યોજાઈ છે. જેમાંથી 14માં ટીમે પ્રથમ બેટિંગ કરીને જીત મેળવી છે. આવા સમયે, એટલી જ મેચોમાં રનનો ચેઝ કરતી ટીમ મેદાને પડી છે.
એટલે કે આ મેદાન પર ટોસની કોઈ ખાસ ભૂમિકા જોવા મળી રહી નથી. આ મેદાન પર સૌથી વધુ સ્કોર ગુજરાત ટાઇટન્સના નામે નોંધાયેલો છે. ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 233 રન બનાવ્યા હતા.
વિનિંગ ટ્રેક પર પરત ફરવા માંગે છે ગુજરાત ટાઇટન્સ - ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ગુજરાત માટે કંઈ જ યોગ્ય રહ્યું ન હતું. બોલર્સની શાનદાર રીતે ધોલાઇ થઇ હતી. જેમાં રાશિદ ખાને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. આ સાથે ઉમેશ યાદવની બોલિંગ પણ ધોવાઇ હતી.
આ સાથે ગુજરાતની ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન પણ કંગાળ રહ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ પોતે સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે સાહા અને ડેવિડ મિલરે પણ નિરાશાજનક દેખાવ કર્યો હતો.












Click it and Unblock the Notifications
