GT vs SRH : ગુજરાત સામે ફિક્કી પડી સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાતની બીજી જીત
ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે આસાન જીત મેળવી લીધી છે. ગુજરાતે આ મુકાબલો આસાનીથી 7 વિકેટે જીતી લીધો.
સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ટીમે 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદનો કોઈપણ બેટ્સમેન 30 નો આંકડો પાર ન કરી શક્યો નહોતો. મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરતા ટીમને 162 રને રોકી દીધી.
સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 163 રનના ટાર્ગેટને ગુજરાત ટાઇટન્સે પાંચ બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલ, સાઇ સુદર્શન અને ડેવિડ મિલરે શાનદાર બેટિંગ કરી.
ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારીને ગુજરાતને 7 વિકેટે જીત અપાવી દીધી. ગુજરાતે મક્કમ શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ ગુજરાત ટાઇટન્સને મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે ટીમને પહેલો ફટકો 36ના સ્કોર પર રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો.
રિદ્ધિમાન સાહા શાહબાઝ અહેમદના બોલ પર કેપ્ટન પેટ કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો. કેપ્ટન શુભમન ગિલ મયંક માર્કંડેના હાથે અબ્દુલ સમદના હાથે કેચ આઉટ થયો હતો.
શુભમન ગિલ 28 બોલમાં 36 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. સાઈ સુદર્શન પોતાની અડધી સદી પૂરી કરવામાં ચૂકી ગયો અને પેટ કમિન્સ દ્વારા અભિષેક શર્માના હાથે કેચ આઉટ થયો. સુદર્શને 36 બોલમાં 45 રન બનાવ્યા.












Click it and Unblock the Notifications
