ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગની ચોથી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઇપીએલના મહોત્સવમાં નવી જોડાયેલી બંને ટીમ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર ઝાયન્ટ્સ વચ્ચે છે. બંને ટીમ પહેલી વખત આઇપીએલની મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ત્યારે ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ipl 2022

લખનઉ સુપર ઝાયન્ટ્સના પ્લેઈંગ ઈલેવનઃ

લોકેશ રાહુલ, ક્વિન્ટન ડિકોક, એવીન લેવિસ, મનિષ પાંડે, દિપક હુડા, કૃણાલ પંડ્યા, મોહસિન ખાન, આયુશ બદોની, દુશમંથા ચમીરા, રવિ બિશ્નોઈ, આવેશ ખાન.

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઇલેવન

શુભમન ગિલ, મેથ્યૂ વેડ, વિજય શંકર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટીયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુશન, વરુન આરોન, મોહમ્મદ શમી

લખનઉ સુપરઝાયન્ટ્સ માટે કેપ્ટન કેએલ રાહુલ અને ગુજરાત ટાઇટન્સ માટે હાર્દિક પંડ્યા પહેલીવાર કપ્તાની કરતા જોવા મળી રહ્યા છે. બંને ટીમ પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે પરંતુ બંને ટીમ પાસે કેટલાય દિગ્ગજ ખેલાડી છે, જેને જોતાં ફેન્સને એક રોમાંચક મુકાબલો જોવા મળે તેવી ઉમ્મીદ છે.

કેવી રહેશે પીચ

વાનખેડેમાં રમાઈ રહેલ આ મેચની પિચની વાત કરીએ તો આ બિલકુલ અલગ પિચ છે. કેકેઆર અને સીએસકે વચ્ચે રમાયેલ મેચમાં પિચ પર ઘાંસ જોવા મળી રહ્યું હતું અને તેજ બોલર્સને મદદ મળી હતી પરંતુ આજના મેચમાં પિચ પર કોઈ ઘાંસ નથી, એવામાં અહીં બેટ્સમેનને ફાયદો મળી શકે છે. એટલું જ નહીં સુનીલ ગાવસ્કર મુજબ આ પિચ પર સ્પિનર્સને મદદ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X