લો બોલો, પિચ સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કર્યો એટલે જ બાજી બગડી
લો બોલો, પિચ સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કર્યો એટલે જ બાજી બગડી
દિલ્હીઃ ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે બરબાદ થઈ ગઈ. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલીવાર કોઈ ઈન્ટરનેશનલ ટી20 રમાનાર હતી પરંતુ વરસાદને કારણે ગુવાહાટીને સૌથી મોટો ઝાટકો લાગ્યો અને તેમાં પણ પીચ સુકવવામાં ગ્રાઉન્ડ સ્ટાફ તદ્દન નિષ્ફળ રહ્યું, હેર ડ્રાયરથી પીચ સુકવવાના પ્રયાસ કરવામા આવ્યા જેને સોશિયલ મીડિયા યૂઝર્સે પણ ટ્રોલ કરી દીધો છે. જણાવી દઈએ કે હેર ડ્રાયર સિવાય પણ એવી વસ્તુઓનો પીચ સુકવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો જે ઘરે સામાન્ય દેખાય છે.

ગુડ લેન્થ સ્પૉટ પર પાણી પહોંચવાના કારણે મેચ શરૂ કરવો ખતરનાક હતો, જેને પગલે પિચના ભાગને સુકવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. દર્શક જોઈને દંગ રહી ગયા કે અગાઉ વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવ્યો. જે બાદ પ્રેસ અને હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે પિચ પર આટલી હીટ આપવા છતાં કોઈ ફરક ના પડ્યો કેમ કે મામલો રાતનો હતો અને પિચ પર ભેજ પણ રહેલો હતો જેને પગલે મેચ રદ્દ કરવી પડી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું હશે, જેમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી પીચ સુકવવાનો પ્રયાસ કરવામા ંઆવ્યો હોય. હવે સીરિઝનો બીજો મુકાબલો ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમની આ નવા વર્ષની પહેલી સીરિઝ છે. ભારત કોઈપણ પરિસ્થિતિમાં નવા વર્ષની શરૂઆત સીરિઝની જીત સાથે કરવા ઈચ્છશે. ભારતે વર્ષનો અંત પણ વિંડીઝને માત આપીને કર્યો હતો












Click it and Unblock the Notifications
