Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy Birthday Hitman: 36 વર્ષનો થયો રોહિત શર્મા, 60 ફૂટ ઉંચા કટાઉટ સામે ફેન્સે મનાવ્યો બર્થ ડે

ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આજે એટલે કે 30મી એપ્રિલે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રાજસ્થાન રોયલ્સ સામેની આજની મેચ પહેલા પોતાના કેપ્ટનનો જન્મદિવસ ઉજવ્યો હતો.

આજે IPL 2023માં, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે ડબલ હેડરની મેચ છે જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. રોહિતના જન્મદિવસ પર હૈદરાબાદમાં રોહિતનો લગભગ 60 ફૂટ લાંબો કટઆઉટ બનાવવામાં આવ્યો છે, જે હાલમાં ચર્ચામાં છે.

Rohit sharma

હૈદરાબાદના આ કટઆઉટની આસપાસ ચાહકો તેમના મનપસંદ ખેલાડી અને કેપ્ટનના જન્મદિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. તમે આ વિડિયો પણ અહીં જોઈ શકો છો. રસપ્રદ વાત એ છે કે આટલું વિશાળ કટઆઉટ કોઈપણ ક્રિકેટર માટે અત્યાર સુધીનું સૌથી ઉંચુ છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી બાદ રોહિત શર્મા બીજા નંબરનો સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી છે. અને રોહિતના જન્મદિવસ પર કોહલીના ચાહકો પણ રોહિત માટે શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.

મજાની વાત એ છે કે બરાબર 10 વર્ષ પહેલા રોહિતે રિકી પોન્ટિંગ પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી હતી. IPL 2013માં તેણે પોતાની ટીમને IPL ટ્રોફી વિજેતા બનાવી હતી. ત્યારથી, મુંબઈ ઈન્ડિયન્સે લીગ ઈતિહાસની સૌથી સફળ ટીમ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે વધુ ચાર ખિતાબ જીત્યા છે.

IPLમાં ધોની પછી રોહિતની જીતની ટકાવારી સૌથી વધુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ધોનીએ 58% મેચો જીતી છે. આજે, રોહિતને તેના જન્મદિવસ પર તેની ટીમ તરફથી વિજયની ભેટ ગમશે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં 7 મેચમાંથી ત્રણ જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબરે છે, માત્ર 6 પોઈન્ટ એકઠા કર્યા છે.

રોહિતના બેટમાંથી આ વખતે વધારે રન નથી આવ્યા. જોવાનું એ રહેશે કે આજના ખાસ દિવસે મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્મા એકબીજાને શું ગિફ્ટ આપે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X