Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy Birthday Virat Kohli: બર્થડે પર ક્યારેય નથી મળી હાર, આજે મોટા રેકોર્ડ તોડી શકે છે કિંગ કોહલી

Happy Birthday Virat Kohli: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો આજે 35મો જન્મ દિવલ છે. 5 નવેમ્બર, 1988ના રોજ વિરાટ કોહલીનો જન્મ થયો હતો. વિરાટ કોહલી પોતાના જન્મદિવસે એક ખાસ રેકોર્ડ બનાવવા માંગે છે.

ભારતીય ટીમ રવિવારે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. વિરાટ કોહલી પાસે સાઉથ આફ્રિકા સામે તેની ODI કારકિર્દીની 49મી ODI સદી ફટકારવાની તક છે. જો વિરાટ કોહલી આ કરવામાં સફળ થશે, તો તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી પર આવી જશે.

Happy Birthday Virat Kohli

વિરાટ કોહલીના બર્થડે પર મળી શકે છે જીત - કિંગ કોહલીએ તેના જન્મદિવસ પર અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે બે મેચમાં ભાગ લીધો છે. ભારતે 5 નવેમ્બરે આ બંને મેચ જીતી હતી. વર્ષ 2015માં ભારતે 5 નવેમ્બરના રોજ મોહાલીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમી હતી. જે મેચ ભારતીય ટીમ 108 રનથી જીતવામાં સફળ રહી હતી. આ સિવાય વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ દરમિયાન 5 નવેમ્બરે ભારતે સ્કોટલેન્ડ સામે 8 વિકેટે જીત મેળવી હતી.

સાઉથ આફ્રિકાનો સામનો કરશે - ફરી એકવાર ભારત 5મી નવેમ્બરે એટલે કે વિરાટ કોહલીના જન્મદિવસે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ વર્લ્ડ કપ મેચ એ અર્થમાં પણ મહત્વની બની જાય છે કે, આજે જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે. બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેવાનો પ્રયાસ કરશે.

કોહલી પાસે મોટી ઇંનિગની અપેક્ષા - વિરાટ કોહલી વર્લ્ડ કપમાં પોતાના બેટથી રન બનાવવા માટે સતત મહેનત કરી રહ્યો છે. વિરાટ કોહલી શ્રીલંકા સામે તેની ODI કારકિર્દીની 49મી સદી ફટકારવાનું ચૂકી ગયો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે 95 રનની ઇનિંગ પણ રમી હતી.

જ્યારે બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિરાટ કોહલી રન ચેઝ કરતા સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. વિરાટ કોહલી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે મોટી ઈનિંગ રમવા ઈચ્છશે.

ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ ODI મેચોના પરિણામો

  • 21 જાન્યુઆરી, 2022: દક્ષિણ આફ્રિકા પાર્લમાં 7 વિકેટે જીત્યું
  • 23 જાન્યુઆરી, 2022: દક્ષિણ આફ્રિકા કેપટાઉનમાં 4 રનથી જીત્યું
  • 6 ઓક્ટોબર 2022: દક્ષિણ આફ્રિકા લખનૌમાં 9 રનથી જીત્યું
  • 9 ઓક્ટોબર 2022: ભારતે રાંચીમાં 7 વિકેટે જીત મેળવી
  • 11 ઓક્ટોબર 2022: ભારત દિલ્હીમાં 7 વિકેટે જીત્યું
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X