હાર્દિક નતાશાની કોઈ પરવા નહોતો કરતો? શું હતુ ડિવૉર્સનુ સાચુ કારણ, હવે થયો મોટો ખુલાસો

Hardik Pandya-Natasa Divorce: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધો બગડ્યા અને બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા પછી, નતાશા તેના દેશ સર્બિયા પાછી ગઈ અને તેના પુત્ર અગસ્ત્યને તેની સાથે લઈ ગઈ.

હાર્દિક અને નતાશાના છૂટાછેડા શા માટે થયા અને તેમના અલગ થવાનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સચોટ માહિતી બહાર આવી નથી. બંનેમાંથી કોણે અલગ થવાની પહેલ કરી હશે તે પણ બહાર આવ્યું નથી પરંતુ હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે.

hardik-natasa

ટાઈમ્સ નાઉના અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, હાર્દિક પંડ્યાને નતાશા સાથે કોઈ લેવાદેવા નહોતુ અને તે પોતાની દુનિયામાં વ્યસ્ત રહેતો હતો. નતાશાને આ પસંદ ન હતું. તેમ છતાં તેણે વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈપણ બરાબર થયું નહીં.

અંતે, નતાશાએ પોતાને મહત્વ આપવાનું નક્કી કર્યું અને પોતાને આ સંબંધથી અલગ કરી. નતાશા રાહ જોઈ રહી હતી કે કદાચ હાર્દિક પંડ્યા બાબતોને લઈને ગંભીર થઈ જશે પરંતુ એવું કંઈ ન થયું અને છેવટે નતાશાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર નતાશાને આ નિષ્કર્ષ પર પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. અગાઉ, તેણે સમય લીધો અને બધું સારું થવાની રાહ જોઈ, પરંતુ હાર્દિકની બાજુથી કોઈ દેખીતા પ્રયાસો ન થવાથી દુઃખી થઈને તેમણે અલગ થવાનું નક્કી કર્યું.

નોંધનીય છે કે છૂટાછેડા પછી પુત્ર સાથે સર્બિયા ગયેલી નતાશા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે અને એકદમ ખુશ દેખાઈ રહી છે. જોકે, હાર્દિક અને નતાશા હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. હાર્દિક પંડ્યા હાલમાં જ શ્રીલંકામાં T20 સિરીઝ રમીને પરત ફર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X