હાર્દિક પંડ્યા અને નતાશાએ ખુદ સોશિયલ મીડિયા પર ડિવોર્સની જાહેરાત કરી

છેલ્લા ઘણા સમયથી અટકળો લાગી રહી હતી કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્તાનકોવિક વચ્ચે બધુ ઠીક નથી અને બન્ને ડિવોર્સ લઈ રહ્યા છે. હવે આ વાત સત્તાવાર રીતે હાર્દિક પંડ્યાએ મહોર મારી દીધી છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાની ચર્ચાનો હવે અંત આવી ગયો છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને તેની પત્નીથી અલગ થયાની જાહેરાત કરી છે.

Hardik Pandya and Natasha

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે આ સંબંધ માટે બધું જ આપી દીધું છે અને હવે અમારા બંને માટે યોગ્ય સમય છે. અમારા માટે આ મુશ્કેલ નિર્ણય હતો.

હાર્દિક પંડ્યાએ આગળ લખ્યું કે, આ સંબંધમાં અમે ખુશી, સન્માન અને સાથે રહેવાનો આનંદ લીધો. અમે એક કુટુંબ બનાવ્યું. અમે અગસ્ત્યને લઈને ખુશ છીએ અને તે અમારા બંને માટે કેન્દ્ર રહેશે. અમે માતા-પિતા તેની ખુશી માટે બધું જ કરવાનું સુનિશ્ચિત કરીશું.

પંડ્યાએ લખ્યું કે, અમને તમારા સમર્થનની પૂરેપૂરી આશા છે. કૃપા કરીને આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી ગોપનીયતાનો આદર કરો. નોંધનીય છે કે નતાશાએ પણ આ જ પોસ્ટ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને નતાશા 2018માં મળ્યા હતા. આ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. અહીંથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમણે કોરોના વાયરસ સમયે લોકડાઉનમાં લગ્ન કર્યા.

આ પછી હાર્દિક અને નતાશાએ ફરી એકવાર લગ્ન કરી લીધા. આ વખતે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા અને એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માત્ર એક વર્ષ પહેલા જ બંનેએ ઉદયપુરમાં બીજા લગ્ન કર્યા અને ત્યારબાદ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ.

હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેને એક પુત્ર અગસ્ત્ય છે. ઘણા સમયથી તેમના અલગ થવાના સમાચાર હતા પરંતુ હવે બંને તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X