હાર્દિક પંડ્યા કે નતાશા, કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ? જાણો અહીં
Hardik Pandya and Natasha Stankovic Net Worth: લાંબા સમયથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવ અને છૂટાછેડાના અહેવાલો છે. હવે હાર્દિક પંડ્યા અને નતાશાએ તે તમામ સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની માહિતી આપી છે.
તાજેતરમાં T20 વર્લ્ડ કપ જીતીને હાર્દિક પંડ્યા બરોડા આવ્યો હતો અને ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે તેણે ભાવનાત્મક પોસ્ટમાં છૂટાછેડાના સમાચાર આપ્યા. સર્બિયન મોડલ નતાશા એક દિવસ પહેલા જ પોતાના દેશમાં ગઈ હતી. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. હાર્દિક અને નતાશા બંને પાસે પૈસાની કોઈ કમી નથી.

જો હાર્દિક પંડ્યાની નેટવર્થની વાત કરીએ તો તે 100 થી 120 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં વાર્ષિક 15 કરોડ રૂપિયા મળે છે. હાર્દિક પંડ્યાને BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી વાર્ષિક 5 કરોડ રૂપિયા પણ મળે છે.
આ સિવાય તેને જાહેરાતોમાંથી પણ પૈસા મળે છે. બ્રાન્ડ્સમાં ગલ્ફ ઓઈલ, સ્ટાર સ્પોર્ટ્સ, મોન્સ્ટર એનર્જી અને ઓપ્પોનો સમાવેશ થાય છે. આ એન્ડોર્સમેન્ટ ડીલ્સ તેની આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે, એવો અંદાજ છે કે તે એકલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક રૂ. 10-12 કરોડની કમાણી કરે છે.
હવે જો નતાશાની વાત કરીએ તો તે પણ કરોડોમાં કમાણી કરે છે. જો નતાશાની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 20 કરોડ રૂપિયાની માલિક છે. તે ભારતીય ચા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તે ઈન્સ્ટાગ્રામ પ્રમોશનથી પણ કમાણી કરે છે. નતાશા જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે.
જો આપણે બંનેની સરખામણી કરીએ તો નતાશા હાર્દિક માટે કોઈ મેચ નથી. હાર્દિક પંડ્યા તેના કરતા પાંચ ગણો અમીર છે. પંડ્યા હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટમાં સક્રિય છે. તેની કમાણી અને નેટવર્થ આગામી વર્ષોમાં વધુ વધશે. બંનેએ વર્ષ 2020માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ પછી, બંનેએ ગયા વર્ષે ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં ફરીથી લગ્ન કર્યા.












Click it and Unblock the Notifications
