Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Asia Cup 2025: એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાના રમવા અંગે સસ્પેન્સ, શ્રેયસ અય્યરને લઈને પણ થયો મોટો ખુલાસો

Asia Cup 2025, Hardik Pandya: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી અને ભારતીય ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 11 અને 12 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે ફિટનેસ મૂલ્યાંકનમાંથી પસાર થશે. આ પરીક્ષણથી નક્કી થશે કે તે ટુર્નામેન્ટ માટે સંપૂર્ણપણે ફિટ છે કે નહીં?

Asia Cup 2025

9 સપ્ટેમ્બરથી શરૂ થશે એશિયા કપ (Asia Cup 2025, Hardik Pandya)

31 વર્ષીય હાર્દિક પંડ્યાએ આ વર્ષે ભારતના T20 વર્લ્ડ કપ 2025 અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જુલાઈના મધ્યભાગથી, તે મુંબઈમાં સતત તાલીમ લઈ રહ્યો છે, જેથી તે પોતાની ફિટનેસ અને ફોર્મના આધારે ટીમને એશિયા કપમાં વિજય તરફ દોરી શકે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે પંડ્યા આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં સંપૂર્ણ તાકાત સાથે પ્રવેશ કરશે.

શ્રેયસ અય્યર પર રહેશે નજર

રિપોર્ટ મુજબ, અગાઉ શ્રેયસ અય્યરે 27થી 29 જુલાઈ દરમિયાન પોતાનો ફિટનેસ ટેસ્ટ પૂર્ણ કર્યો હતો. ઐયરે તાજેતરમાં જ પંજાબ કિંગ્સને IPL 2025ની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. જ્યારે 2024માં તેણે કોલકાતા નાઈટ રાઇડર્સને ત્રીજા ખિતાબ સુધી પહોંચાડ્યું હતું. જોકે, તેણે ડિસેમ્બર 2023થી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. આવી સ્થિતિમાં, તે એશિયા કપ ટીમમાં પાછા ફરવા સક્ષમ છે કે નહીં તે જોવાનું બાકી છે.

સૂર્યકુમાર યાદવને લઈને છે આ અપડેટ

તે જ સમયે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ એક અઠવાડિયા માટે COE માં રહીને પોતાની ફિટનેસ પર કામ કરશે. સૂર્યકુમારે IPL 2025 શાનદાર રહ્યો, જેમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 717 રન બનાવ્યા અને 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર'નો ખિતાબ જીત્યો. તે આ સિઝનનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, જેમાં પ્રથમ સ્થાને ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન હતા, જેમણે 759 રન બનાવ્યા.

ગિલ બની શકે છે ટીમનો નવો કેપ્ટન

રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા પછી સૂર્યકુમારને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી અને તેમના નેતૃત્વમાં ભારતે 22 માંથી 17 મેચ જીતી છે. આ વખતે ટીમમાં વધુ એક ફેરફારની ચર્ચા છે. અહેવાલો અનુસાર, શુભમન ગિલને એશિયા કપ 2025 માટે ભારતના નવા T20I ઉપ-કેપ્ટન બનાવી શકાય છે. ગિલનું છેલ્લા ત્રણ IPL સિઝનમાં પ્રદર્શન ઉત્તમ રહ્યું છે અને તેનો સ્ટ્રાઇક રેટ અને રન કાઉન્ટ તેને આ જવાબદારી માટે મજબૂત દાવેદાર બનાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X