For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HBD Smriti Mandhana: પિતાની ચાહને કારણે જમોડી હોવા છતાં ડાબા હાથે રમે છે સ્મૃતિ

HBD Smriti Mandhana: પિતાની ચાહને કારણે જમોડી હોવા છતાં ડાબા હાથે રમે છે સ્મૃતિ

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી સ્ટાઈલિસ ક્રિકેટરોમાની એક સ્મૃતિ મંધાના આજે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે. 18 જુલાઈ 1996ના રોજ મુંબઈમાં સ્મૃતિ મંધાનાનો જન્મ થયો હતો. સ્મૃતિ મંધાનાએ 2013માં પોતાની પહેલી વનડે ક્રિકેટ રમી હતી, જો કે 2017 ક્રિકેટ વર્લ્ડ કપ બાદથી સ્મૃતિ મંધાનાને ઓળખાણ મળી. સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની મહત્વની ખેલાડીઓમાની એક છે અને કેટલાય રેકોર્ડ પણ બનાવ્યા છે. તે વિદેશી લીગમાં પણ રમી ચૂકી છે.

HBD Smriti Mandhana

ભારતીય મહિલા સલામી બેટ્સમેન સ્મૃતિ મંધાના વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે ચૂંટાઈ હતી. 2019માં સ્મૃતિ મંધાનાએ આઈસીસી ઈન્ટરનેશનલ મહિલા ક્રિકેટર ઑફ ધી યરનો ખિતાબ પણ જીત્યો હતો. સ્મૃતિ મંધાના દુનિયાની ત્રીજી સૌથી ફાસ્ટ બેટ્સમેન છે, જેમણે મહિલા વનડે ક્રિકેટમાં 2000 રન બનાવ્યા. સૌથી ફાસ્ટ 2000 રન બનાવનારી મહિલા ક્રિકેટર મંધાનાએ પાછલા વર્ષે વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 669 અને 662 રન બનાવ્યા હતા. તેમણે મહિલાઓની સુપર લીગમાં પણ 174.68ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 421 રન બનાવ્યા.

નોંધનયી છે કે સ્મૃતિ મંધાના જમોડી છે, પરંતુ ડાબોડી ખેલાડીઓ પ્રત્યે તેમના પિતાનું આકર્ષણ હોવાના કારણે સ્મૃતિ મંધાના અને તેમના ભાઈ બંને ડાબા હાથે જ ક્રિકેટ રમે છે. જૂન 2018માં સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડમાં Kia Super League માટે નોંધણી કરી હતી અને આ લીગ રમનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ હતી.

પોતાની ક્યૂટ સ્માઈલ માટે ઓળખાતી સ્મૃતિ હાલની પેઢીની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે. તે એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે, જે વનડે બેટિંગ રેંકિંગમાં શીર્ષ પાંચમાં જગ્યા બનાવવામાં સફળ થઈ છે. સ્મૃતિ મંધાનાએ ઑક્ટોબર 2013માં અંડર 19 વેસ્ટ જોન ટૂર્નામેન્ટમાં 150 બોલ પર નાબાદ 224 રન બનાવ્યા હતા. તે વનડે ફોર્મેટમાં 200 રનનો આંકડો આંબનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી.

2016માં મહિલા ચેલેન્જર ટ્રોફીમાં સ્મૃતિ મંધાનાએ સતત ત્રણ મેચમાં ફિફ્ટી લગાવી હતી, તેમણે ટૂર્નામેન્ટમાં 192 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવી હતી. સ્મ-તિ મંધાનાને 2013માં બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી હતી. જે બાદ 2014માં તેમણે વર્લ્ડ કપ ટી20 માટે જગ્યા બનાવી લીધી. જેને પગલે સ્મૃતિ મંધાનાએ ધોરણ 12નો અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો, અને આની સાથે જ તેમણે હોટલ મેનેજમેન્ટા અભ્યાસનું સપનું પણ છોડી મૂક્યું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
HBD Smriti Mandhana: Because of Father's fascination she played from left hand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X