રોહિત શર્માની જગ્યા પર કોણ કેપ્ટન? કોહલી અને રોહિત શર્માના ફોર્મ પર ગંભીરનું મોટુ નિવેદન
Gautam Gambhir press conference: ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનું ન્યૂઝીલેન્ડ સામે ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યુ હતું, ત્યારે હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઈ રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા રવાના થાય તે પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. તેણે ટીમની ઓપનિંગ જોડી અને વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલના ફોર્મને લઈને પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, જો કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં અનઅવેલેબલ છે, તો પર્થ ટેસ્ટમાં કોણ ઇનિંગ્સની શરૂઆત કરશે? આ સવાલનો જવાબ આપતા ગૌતમ ગંભીરે કહ્યું કે, ટીમમાં અભિમન્યુ ઇશ્વરન અને કેએલ રાહુલ જેવા વિકલ્પો છે. અમારી પાસે ઇનિંગ્સની શરૂઆત માટે પૂરતા વિકલ્પો છે.

રોહિત પ્રથમ ટેસ્ટ નહીં રમે તો કેપ્ટન કોણ હશે?
આ સવાલના જવાબમાં ગંભીરે કહ્યું કે જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટન છે. જો રોહિત નહીં રમે તો બુમરાહ કેપ્ટન રહેશે. ગૌતમ ગંભીરને બીજો પ્રશ્ન કેપ્ટન રોહિત શર્મા વિશે હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે પર્થ ટેસ્ટ માટે ટીમ સાથે અવેલેબલ છે. આના પર ગંભીરે જવાબ આપ્યો કે હજુ સુધી આ અંગે કોઈ અપડેટ નથી, પરંતુ અમને આશા છે કે તે ટીમ સાથે જોડાશે. તે શ્રેણી શરૂ થાય તે પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે.
બંને ખેલાડીઓ રન બનવવાની ઈચ્છા રાખે છે
વધુમાં ગંભીરે જણાવ્યુ હતુ કે, રોહિત અને વિરાટનું વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય નથી. તેમના મતે આ બંને ખેલાડીઓ પાસે પુષ્કળ અનુભવ છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ હજુ પણ રન બનાવવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે, જેના માટે તેઓ સતત મહેનત કરી રહ્યા છે.
હવે ક્ષમતા પ્રમાણે રમવાનું છે
ઓસ્ટ્રેલિયાની પીચો પર બોલતા ગંભીરે કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ જે વિકેટો તૈયાર કરી છે તેના પર અમારું સંપૂર્ણ નિયંત્રણ નથી. હવે આપણે આપણી જાત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમે ટીમની પસંદગીમાં તમામ પાસાઓને ધ્યાનમાં લીધા છે. પીચ બાઉન્સી હોય, ટર્નિંગ હોય કે લીલું ઘાસ હોય, અમે દરેક પ્રકારની પીચ માટે તૈયારી કરી છે અને તે મુજબ ખેલાડીઓની પસંદગી કરી છે. હવે અમારે ત્યાં બહાર જઈને અમારી ક્ષમતા પ્રમાણે રમવાનું છે. જો આપણે આમ કરીશું તો જીતી શકીશું.












Click it and Unblock the Notifications
