For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11

IPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ લીગ આઈપીએલનો સૌકોઈને આતુરતાથી ઈંતેજાર હતો, આખરે આ સમય આવી જ ગયો છે જ્યારે તેમની ફેવરીટ ટીમો મેદાન-એ-જંગ માટે ઉતરશે. 19 સપ્ટેમ્બરે એટલે કે આજથી શરૂ થઈ રહેલી આઈપીએલની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (MI Vs CSK) વચ્ચે ટક્કર થશે.

બંને ટીમ સીઝનની શરૂઆત જીત સાથે કરવા માંગશે, જો કે ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલની 13મી સીઝનનો અત્યાર સુધીનો સફર કંઈ સારા સમાચાર સાથે નથી થયો તો બસ ફેન્સ ઉમ્મીદ કરે છે કે ફેન્સને મેચ દરમ્યાન તેમની ફેવરિટનું બેસ્ટ જોવા મળે.

જગદીશ નારાયણને 2 વર્ષ બાદ ડેબ્યૂનો મોકો

જગદીશ નારાયણને 2 વર્ષ બાદ ડેબ્યૂનો મોકો

સીઝનની ઓપનિંગ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવા બંને ટીમો માટે માથાનો દુખાવો થનાર છે. જ્યાં સુધી મુંબઈ ઈન્ડિયન્સની વાત છે તો તેમની ટીમ ઘણી મજબૂત જોવા મળી રહી છે પરંતુ યૂએઈની સ્પિન ફ્રેંડલી પિચ પર તેના બોલિંગ ડિપાર્ટમેન્ટ ઘણો કમજોર જોવા મળી રહ્યો છે. એવામાં ટીમ કયા સ્પિન બોલરને લઈ મેદાન પર ઉતરે છે તે જોવાની વાત બની શકે છે.

આઈપીએલના આગાઝ પહેલા કોરોના વિસ્ફોટનો સામનો કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ પાસે આ વર્ષે સુરેશ રૈના અને હરભજન સિંહ નથી જેમને પગલે ટીમે ઋતુરાજ ગાયકવાડને મોકો આપવાનું મન બનાવ્યું હતું પરંતુ તે બીજીવાર કોરોના પોઝિટિવ થયા બાદ પહેલી મેચમાં નહિ ઉતરી શકે. એવામાં તેની જગ્યાએ 2 વર્ષથી પોતાના ડેબ્યૂનો ઈંતેજાર કરી રહેલા નારાયણ જગદીશનને સીએસકે ટીમ ડેબ્યૂનો મોકો આપી શકે છે.

ચેન્નઈની ટીમ મોટા બદલાવ કરી શકે

ચેન્નઈની ટીમ મોટા બદલાવ કરી શકે

ચેન્નઈ પાસે શેન વૉટ્સન અને અંબાતિ રાયડૂના રૂપમાં સલામી બેટ્સમેન છે જ્યારે નારાયણ જગદીશનને ત્રીજા નંબરે બેટિંગનો મોકો આપવામાં આવી શકે છે. જ્યારે સંન્યાસ બાદ મેદાન પર ઉતરનાર એમએસ દોની ચોથા નંબર પર કમાન સંભાળી શકે છે. મધ્યક્રમમાં ફાફ ડુપ્લેસિસ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો અને જોશ હેજલવુડને મોકો આપી શકે છે. જે બાદ પીયૂષ ચાવલા, દીપક ચહર અને શાર્દુલ ઠાકુર છે.

મુંબઈ ઈન્ડિયન્સનો બેટિંગ ક્રમ આવો હશે

મુંબઈ ઈન્ડિયન્સનો બેટિંગ ક્રમ આવો હશે

મુંબઈ ઈન્ડિયનના કોચ મહેલા જયવર્ધને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું કે તેમની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ક્વિંટન ડિકૉક જ ઓપનિંગ કરતા જોવા મળશે તો એવામાં ત્રીજા નંબરે ક્રિસ લિનને મોકો આપવામાં આવી શકે છે. જ્યારે મધ્યક્રમમાં મુંબઈ ટીમ ઉભરતા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, સીપીએલમાં મેન ઑફ ધી સીરીઝ બની આઈપીએલ પહોંચતા કીરોન પોલાર્ડ અને પાંડ્યા બ્રધર્સને મોકો આપી શકે છે. જ્યારે બોલિંગ ક્રમની વાત કરીએ તો મુંબઈની ટીમ ટ્રેન્ટ બોલ્ટ, ધવલ કુલકર્ણી, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ સાથે મેદાનમાં ઉતરી શકે છે.

બંને ટીમના પ્લેઈંગ ઈલેવન આવો હોઈ શકે

બંને ટીમના પ્લેઈંગ ઈલેવન આવો હોઈ શકે

CSK Playing Xi : ફાફ ડૂ પ્લેસિસ, શેન વૉટ્સન, નારાયણ જગદીશન, અંબાતિ રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, જોશ હેજલવુડ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, પીયૂષ ચાવલા

MI Playing Xi : રોહિત શર્મા, ક્વિંટન ડિકૉક, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ધવલ કુલકર્ણી, ટ્રેંટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

IPL 2020: મુંબઇ સામેની પ્રથમ મેચમાં જાડેજા બનાવી શકે છે આ રેકોર્ડ, ઇતિહાસ રચવાનો મોકોIPL 2020: મુંબઇ સામેની પ્રથમ મેચમાં જાડેજા બનાવી શકે છે આ રેકોર્ડ, ઇતિહાસ રચવાનો મોકો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
here is the best playing xi for csk vs mi first battle of ipl 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X